હેલન. આજથી ૩૦૦૦ વર્ષ પહેલાંના ગ્રીસની નજીક આવેલા સ્પાર્ટાની તે યુવા મહારાણી હતી. એ જમાનાની તે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હતી. સ્પાર્ટાના રાજા મેનેલિયસની તે યુવાન, નમણી અને મારકણું સૌંદર્ય ધરાવતી પત્ની હતી. મોટી ઉંમરના રાજા મેલેનિયસ કરતાં હેલન ઘણી નાની હતી. તે વખતે બે દેશો વચ્ચે ચાલતી શાંતિ મંત્રણા વખતે જ ટ્રોયનો રાજકુમાર પેરિસ […]
ભગવાન શ્રાીકૃષ્ણનો જન્મદિવસ દેશ-વિદેશોમાં વસતા ૧૦૦ કરોડ હિંદુઓએ રંગેચંગે ઊજવ્યો. ભગવાન શ્રાી કૃષ્ણના જન્મની કથા કાંઈક આવી છે. ભગવાન નારાયણ- વિષ્ણુ શેષનાગ પર ઝૂલી રહ્યા છે. પૃથ્વી આંખમાં આંસુ સાથે તેમની પાસે જઈને બોલી ઃ ‘હે પ્રભુ ! હવે હું દુઃખોનો ભાર સહન કરી શકતી નથી. મને એવાં પુત્ર-પુત્રી આપો કે જે આનંદ અનુભવી આપની […]
જન્માષ્ટમી આવી રહી છે ત્યારે ભગવાન શ્રાી કૃષ્ણ અને કુંતાજીની પ્રેરક દિવ્ય કથા મહાભારતના યુદ્ધ સમયની આ કથા છે. કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કૌરવોનો વિનાશ થયો. કૌરવ સેનામાં કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા-એ ત્રણ જ બાકી રહ્યા હતા. એ વખતે અશ્વત્થામાએ પ્રતિજ્ઞાા કરી કે ‘આજે રાત્રે પાંડવો સૂતા હોય તે વખતે તેમના મહેલમાં […]
આજે `ફ્રે્ન્ડશિપ ડે’ છે. ભારતવર્ષના ઈતિહાસમાં મૈત્રીનાં અનેક ઉદાહરણો છે. ગરીબ સુદામા ભગવાન શ્રીકૃષ્ણના શ્રેષ્ઠ મિત્ર હતા. મહાભારતના યુદ્ધ વખતે દુર્યોધન ભલે એક ખલનાયક હતો, પરંતુ તેની અને અંગરાજ કર્ણની મૈત્રી એક સીમાચિહ્ન હતી. મહાભારતના સમયમાં રાણી દ્રૌપદી પણ ભગવાન શ્રીકૃષ્ણને સખા જ કહેતાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન જેટલી જ મહત્ત્વની શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની […]
એનું નામ કાન્દ્રી છે. તેનો જન્મ ઝારખંડના એક અંતરિયાળ ગામમાં થયો હતો. ચારે બાજુ દુર્ગમ જંગલની ભીતર એના ગામમાં મોટા ભાગે ગરીબોની વસ્તી છે. અહીં સરકારની કોઈ જ સહાય પહોંચતી ના હોઈ માઓવાદીઓનો આ ગામ પર કબજો હતો. માઓવાદીઓ આ ગામમાં જ રાત્રે છૂપાતા અને દિવસે બહાર ચાલ્યા જતા. આ વિસ્તારમાં માઓ કોઓર્ડિનેશન કમિટી પણ […]
મુંબઈ સ્થિત એક પત્રકારના જીવનની કૈફિયત આ પ્રમાણે છે તે લખે છે :મુંબઈ મારા માટે નવું નવું હતું-અને એમાંયે કચેરી, સ્ટાફ, વાતાવરણ પણ સાવ અપરિચિત એન્જિનિયરિંગ કરતાં કરતાં પણ મારો લેખક જીવ સળવળતો રહ્યો. મેં ઈજનેરી છોડી અને પત્રકારિત્વની કારકિર્દીનો આરંભ કર્યો. પણ આજનો દિવસ પ્રથમ હતો. અદ્યતન અને નમૂનેદાર ઈમારતોથી ખરડાયેલા ફોર્ટ વિસ્તારમાં મારા […]
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની પ્રાઇવેટ લાઈફ સ્ટેટ સિક્રેટ જેવી રહી છે. પ્રેસિડેન્ટ પુતિન અને તેમનાં પત્ની લુડમિલા વચ્ચે પણ હવે સંબંધ રહ્યો છે કે કેમ તે એક પ્રશ્ન છે. ૨૦૦૮માં `નોસ્કોવ્સકી કોરસ્પોન્ડેન્ટ’ના પત્રકારે પુતિન વિશે એક સમાચાર લખ્યા હતા. તેમાં એણે એમ લખ્યું હતું કે, `પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા છે અને […]
સિનેમા એ ભારતના લોકજીવનનો હિસ્સો છે. ફિલ્મ-સિનેમા એક અસરકારક માધ્યમ છે. ભારત જેવા દેશમાં ફિલ્મ જ એવું પરિબળ છે કે ગરીબથી માંડીને તવંગર એ સહુને સસ્તામાં મનોરંજન પૂરું પાડે છે. વિશ્વમાં ૧૦ હજારથી વધુ છબીઘરો છે. વિશ્વમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાંચ લાખ જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારતીય ફિલ્મ જગતના પિતામહ મહારાષ્ટ્રના ધુંડીરામ ગોવિંદ ઉર્ફે […]
તા.૩જી ફેબ્રુઆરી. હોસ્પિટલની લોબીમાંથી દોડતી દોડતી એક નર્સ સીધી સુપરિન્ટેન્ડેન્ટની ચેમ્બરમાં ધસી ગઈ. ડૉ. મિસ વિશાખા એમના કાર્યમાં ખૂબ જ મગ્ન હતાં. નર્સનો અવિવેક જોેઈ ઠપકાભરી નજરે એમણે ઊંચે જોેયું. નર્સ બોલી ઃ’એક ઈમરજન્સી કેસ છે. એક્સિડન્ટમાં બ્રેઈન પર ઘા થયેલો છે. ઓપરેશન કરવું પડશે. ડૉ. ગુપ્તા આજે રજા પર છે.’ ડૉ. વિશાખાએ કોઈ અન્ય […]
બેલ રણકી ઊઠયો. સુપરવાઈઝરે ઉત્તરવહીઓ એકત્ર કરવા માંડી. વિદ્યાર્થીઓ છેલ્લી ઘડી સુધી લખવામાં મશગૂલ હતા. પણ વિદ્યા સમયસર લખી રહી હતી. પોતાની ઉત્તરવહી ઝડપથી સુપરત કરીને, ખૂણામાં પડેલાં પુસ્તકો ઉઠાવીને એ કોલેજની બહાર આવી. રોજની જેમ આજે પણ બદામના ઝાડ નીચે વિનય ઊભો હતો. ચાર આંખો એક થઈ. વિનયના મોં પર સ્મિત હતું. વિદ્યાના ચહેરા […]
All Rights Reserved | Copyright © 2025 Devendra Patel