શરદપૂર્ણિમાની એ રાત હતી. શહેરની એક ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રાત્રે પ્રતીક્ષા સુંદર રેશમી સાડી પહેરીને ગઈ હતી. ચાલીસ વર્ષની વયે પણ નાજુક ને નમણી લાગતી હતી. એ ગરબે ઘૂમતી ત્યારે નાની ને યુવાન છોકરીઓ કરતાંયે તે વધુ આકર્ષક લાગતી હતી. રાસ લાંબો ચાલ્યો હતો. રાસ પૂરો થતાં એ પાછી આવીને એક […]
સવારના ખુશનુમા હતી. રેલવે સ્ટેશન ઉપરની સવાર. રાતના પ્લૅટફૉર્મ ઉપર સૂઈ ગયેલાં મુસાફરો જાગી ગયાં હતો. પાણીની એક ચકલી ઉપર દસ-દસ સ્ત્રી-પુરુષોનાં ટોળાં જામ્યાં હતાં. લાલ ડગલો પહેરીને કુલીઓ પ્લેટફોર્મની ધાર પર બેસીને ટ્રેનના પાટાને ઝાંખી રહ્યા હતા. થોડીક વારમાં ટકોરા શરૂ થયા અને દોડતી દોડતી એક યુવતી પ્લેટફૉર્મ તરફ આવી રહી હતી. ટ્રેન હજુ […]
હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગનાં એક દંતકથા સમાન શ્રેષ્ઠ અભિનેત્રી કામિની કૌશલનું મુંબઈ ખાતે ૯૮ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું. જાણે કે બોલિવૂડના આસમાનનો ચમકતો સિતારો ખરી પડ્યો. કુદરતનો ખેલ તો જુઓ. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીનાં ચેરપર્સન રહી ચૂકેલાં અને બાળવાર્તાઓ તેમજ કઠપૂતળીના ખેલની રજૂઆતથી બાળકોમાં પ્રિય એવાં કામિની કૌશલનું ૧૪ નવેમ્બર એટલે કે `બાલદિને’ જ દુ:ખદ […]
જેડ ગુડી. ટેલિવિઝન પરના ‘રિયાલિટી ‘શો’ની આ નાયિકાને માત્ર બ્રિટન જ નહીં પરંતુ આખું હિંદુસ્તાન ઓળખે છે. અલબત્ત વંશીય ટીપ્પણીઓના કારણે વિવાદમાં આવી જનાર ગુડી કેન્સરગ્રસ્ત હતી અને વિશ્વભરના ટીવી ન્યૂઝ કેમેરા સમક્ષ તેની જિંદગીનો અંતિમ ‘રિયાલિટી શો’ ભજવી રહી હતી. ગુડી અંતિમ શ્વાસ લઈ રહી હતી. ગુડી લંડનની એક હોસ્પિટલના બીછાનામાં હતી. ડોક્ટરોએ કહ્યું […]
સવારના દસના ટકોરા થયા. નીતિન એની રોજની ટેવ મુજબ શર્ટના બટન ભીડતો ભીડતો ડ્રોઈંગરૂમમાં આવ્યો. નયનાએ એની બ્રિફકેસ ચકાસીને તૈયાર રાખી હતી. બૂટ અને મોજાં પણ સોફા પાસે મૂક્યાં હતાં. ધોયેલો સ્વચ્છ શ્વેત નેપ્કિન પણ બ્રિફકેસની બાજુમાં મૂક્યો. પરિણીત જીવનનાં છેલ્લાં દસ-બાર વર્ષમાં આ એકધારી પ્રણાલિકા વહેતી આવી હતી. નીતિન રોજ સવારે નાસ્તો કરીને જતો. […]
‘સર મારું નામ અનન્યા.’ એક પત્ર છે. તે લખે છે ઃ ‘મારું શરીર સૌષ્ઠવ સારું છે. હું નાની હતી ત્યારથી જ રૂપાળી છું. મોટી થઈ. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ મને જોઈ રહેતા. પરંતુ હું સ્વભાવથી શાંત અને નિર્મળ હતી. હું કુંવારી હતી ત્યારથી મને કોઈ છોકરીઓમાં રસ નહોતો. મારા મનમાં એક વાત ઠસી ગઈ હતી કે […]
હંગેરીના બુડાપેસ્ટના બહારના પરગણામાં એક આદમી રહેતો હતો. તેનું નામ બેલા કિસ. તે રૂપાળો હતો. તેની પત્ની પણ સ્વરૂપવાન હતી. બેલાકિસ જ્યોતિષી હતો, સ્ફટિકના એક ગોળામાં જોઈ લોકોનું ભવિષ્ય ભાખતો હતો. તેનું ઘર એક સૂમસામ જગા પર હતું. બેલા કિસને એક મિત્ર હતો. પૉલ. પૉલ અવારનવાર તેના ઘેર આવતો. એકવાર બેલા કિસને કોઈ કામ અંગે […]
સ્વપ્ના. ગુજરાતમાં જન્મેલી એટલે સુંદર ગુજરાતી બોલતી. એનાં લગ્ન સુનીલ સાથે થયાં હતાં. સુનીલ અત્યંત દેખાવડો અને તેજસ્વી છે. તે એક આઈ.ટી. કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. સ્વપ્ના શહેરની એક કૉલેજમાં અંગ્રેજી ભાષાની અધ્યાપિકા. બેઉ જણાં સારું કમાઈ લેતાં. એમના સુખી દામ્પત્યના પરિપાક રૂપે સ્વપ્નાએ એક બાળકીને જન્મ આપ્યો. તેનું નામ જૂઈ પાડવામાં આવ્યું. સ્વપ્નાનું એક […]
તા. ૨૬ સપ્ટેમ્બર 1923ના રોજ જન્મેલા હિન્દી ફિલ્મજગતના સદાબહાર અભિનેતા હતા. આમ તો તેમણે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ સિને ચાહકોને તેમની ફિલ્મ `ગાઈડ’નો રોલ આજે પણ યાદ છે. દેવ આનંદ તેમના સદાબહાર વ્યક્તિત્વનું રહસ્ય ખોલતાં બોલ્યા હતા, `આટલાં વર્ષો પછી પણ મારામાં બાળકનું હૃદય છે. મને હંમેશાં એક્સાઈટમેન્ટ ગમે છે. હતાશાને હું કદી […]
આયના સામે ઊભેલી મૃણાલ એના કાળા ઘૂંઘરાળા વાળ સમારી રહી હતી. અરે આજે એની સેંથી બરાબર વચ્ચેથી પડવાને બદલે સહેજ બાજુમાં પડી ગઈ. ‘ઉફ’ મૃણાલ બબડી. એક તો જે લાંબા કાળા કેશની સૌને અદેખાઈ હતી એ જ વાળને ઓળવાનો એને સખત કંટાળો પણ હતો. કદી કદી એના હાથ દુઃખી જતા ત્યારે ગુસ્સાથી કાંસકી દૂર ફેંકી […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel