આ દૃશ્ય આજથી ૨૧ વર્ષ પહેલાંનું છે જ્યારે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી ડોન દાઉન ઇબ્રાહીમની કરાચીમાં સવાર સૂરજ ડૂબ્યા બાદ શરૂ થતી હતી. કરાચીમાં સાંજનો સૂરજ ધીમે ધીમે અરબી મહાસાગરના અફાટ જળમાં ડૂબી રહ્યો છે. દરિયાની નજીક આવેલા કરાચીના પોશ એરિયા ‘ક્લિફટન’ ખાતેના સખ્ત સલામતી બંદોબસ્તવાળા ભવ્ય વિલામાં શહેરનો એક બહુચર્ચિત આદમી રહે છે. મહેલ […]
દાઉદ ઇબ્રાહીમ. દાઉદ ઇબ્રાહીમ કાસકરનો જન્મ તા. ૨૬મી ડિસેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. તે ડોંગરી-મુંબઈના ગેંગસ્ટર તરીકે કુખ્યાત રહ્યો. ‘ડી કંપની’ તરીકે ઓળખાતી અપરાધી સિન્ડિકેટનો બોસ હતો. દાઉદ ઇબ્રાહીમ આજે પણ આતંકવાદ, હત્યાઓ, ખંડણી, સોપારી અને ડ્રગ ટ્રાફિકિંગ જેવા અપરાધોના આરોપસર ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી છે. દાઉદ ઇબ્રાહીમ મહારાષ્ટ્રના કોંકણી મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો. […]
હાજી મસ્તાન. મુંબઈના અંડરવર્લ્ડના ઇતિહાસમાં આ એક જાણીતું નામ છે. ૧૯૭૫થી ૮૦ના વર્ષોમાં મુંબઈના અંડરવર્લ્ડમાં કુખ્યાત દાણચોર હાજી મસ્તાનના નામનો ડંકો હતો. હાજી મસ્તાન આમ તો તામિલનાડુથી આવેલા એક સામાન્ય મુસ્લિમ પરિવારનું સંતાન હતો. તે ઝાઝુ ભણેલો નહોતો. પેટિયું રળવા એણે મુંબઈના બંદર પર કુલીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બંદર પર આવતાં જહાજોના માણસો […]
કહેવાય છે કે અમેરિકાના અંડરવર્લ્ડના માફિયાઓ સૌથી પહેલાં શિકાગો શહેરમાં પેદા થયા તે રીતે ભારતમાં અંડરવર્લ્ડનો આરંભ મોહમયી નગરી મુંબઈથી થયો. એ બધામાં જાણીતું નામ છે- કરીમ લાલા. કરીમ લાલાનું આખું નામ અબ્દુલ કરીમ શેરખાન. તે મૂળ અફઘાનિસ્તાનનો વતની હતો. કરીમ લાલાનો જન્મ ૧૯૧૧માં અફઘાનિસ્તાનના કુનર પ્રાંતના શેરગીલ જિલ્લાના સમાલમ ગામમાં થયો હતો. તે પુશ્તુ […]
અલ કપોન અમેરિકાના અંડરવર્લ્ડનો એક નામચીન ગેંગસ્ટર હતો. ઇટાલીથી સ્થળાંતરિત થઈને આવેલા એક સામાન્ય પરિવારનો પુત્ર અલ કપોને તેના ગુરુ જોની ટોરિયાના બોડીગાર્ડથી પોતાની કારકિર્દી શરૂ કરી એક દિવસ તે શિકાગોનો ખતરનાક ગેંગસ્ટર બની ગયો. અમેરિકામાં એક સમયે અલ્પકાળ માટે શરાબબંધી દાખલ કરવામાં આવી હતી. અલ કપોન ગેરકાયદે દારૂ બનાવવાથી માંડીને વેચવાનો ધંધો વિકસાવ્યો. જુગારખાનાં […]
કોરોના કાળના કારણે અંતરિક્ષવિજ્ઞાનને લગતાં કેટલાક સંશોધનો ધીમાં પડી ગયાં છે પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા- ‘નાસા’ ૨૦૩૦માં માનવીને મંગળ પર ઉતારવાની ગુપચૂપ તૈયારીઓ કરી રહ્યું છે. પૃથ્વીવાસીઓને વર્ષોથી મંગળના ગ્રહ પ્રત્યે આકર્ષણ છે. વર્ષોથી પ્રશ્ન પૂછાય છે કે શું મંગળ પર જીવન છે? શું મંગળ પર […]
દેશની પાર્લામેન્ટ રાષ્ટ્રની લોકશાહીનું પવિત્ર મંદિર છે. સંસદનું શિયાળુ સત્ર મળ્યાના પહેલા જ અઠવાડિયામાં વિપક્ષના કેટલાક સાંસદો દ્વારા ગૃહમાં ધાંધલ-ધમાલ મચાવવાના કારણે રાજ્યસભાનો બાવન ટકા જેટલો સમય વેડફાઈ ગયો. સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ગેરશિસ્તના કારણસર રાજ્યસભાના ૧૨ સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના વિરોધમાં વિપક્ષી સાંસદોએ ગૃહનો બહિષ્કાર કર્યો હતો. સસ્પેન્ડ […]
અંડરવર્લ્ડની અંધારી આલમના માણસો માટે ‘માફિયા’ શબ્દ વપરાય છે. ઇટાલી અને અમેરિકામાં કાર્યરત એવા ગુપ્ત અપરાધીઓ ‘માફિયા’ કહેવાયા. માફિયાઓનો ઇટાલીના સિસિલી પ્રાન્તમાં પેદા થયા હતા. તેમને ‘કોસા નોસ્ત્રા’) (ર્ઝ્રજટ્વ ર્ગ્દજંટ્વિ) પણ કહેવામાં આવે છે. વસ્તુત ઃ આવા અપરાધીઓનું એક જૂથ ૧૯મી સદીમાં સિસિલીમાં ખૂબ ફૂલ્યુંફાલ્યું હતું. આવા જૂથના તત્ત્વોનો સંગઠનાત્મક ઢાંચો અને એક સમાન આચારસંહિતા […]
દેશના ત્રણ જેટલા વડાપ્રધાનો સાથે એક ઉચ્ચ અધિકારી તરીકે કામ કરતા- ગુજરાતના બાહોશ અધિકારી હસમુખ શાહ હવે રહ્યા નથી. તાજેતરમાં જ વડોદરા ખાતે તેમનું અવસાન થયું. પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ સાથેની ખતરનાક ઘટનાના તેઓ સાક્ષી હતા. એક થ્રીલર જેવી એ યાદગાર ઘટના કાંઈક આવી હતી ઃ તા.૨૯ ફ્ેબ્રુઆરીએ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો જન્મ […]
દેશ-વિદેશોમાં વસતા ૧૦૦ કરોડ હિન્દુઓની આસ્થાના કેન્દ્રસમા કાશી-વારાણસીમાં રૂ.૯૦૦ કરોડના ખર્ચ જિર્ણોદ્ધાર પામેલા કાશી વિશ્વનાથ મંદિરનું ભવ્યાતિભવ્ય પરિસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. વારાણસી આમેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મતક્ષેત્ર છે. કેટલાક વખત પૂર્વે તેમણે આદરેલી આ મહત્ત્વાકાંક્ષી યોજના પાર પાડવામાં આવી ત્યારે આખુંયે વારાણસી રાત્રે ૧૧ લાખ દીવડાંઓથી ઝળહળી ઊઠયું. પી.એમ. મોદીએ રાજનીતિને […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel