ગોમતી એક મોજિલા સ્વભાવની ફેશન પરસ્ત યુવતી હતી. એનો પતિ પરશુરામ એને ખૂબ ચાહતો હતો. ગોમતી રાજસ્થાનના એક ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ સુરતમાં હીરાના કારખાનામાં સારો કારીગર હતો. તેને સારો પગાર પણ મળતો હતો. પરશુરામ તેની આવકમાંથી સુરતની શ્રેષ્ઠ સાડીઓ ખરીદીને પત્ની ગોમતીને મોકલતો હતો. ગોમતીને સારાં સારાં વસ્ત્રો પહેરવાનો જબરદસ્ત શોખ હતો. […]
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૫૦૦૦ વર્ષ પુરાણા સાંસ્કૃતિક સંબંધો છે અફઘાનિસ્તાન ફરી એક વાર ચર્ચામાં છે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછા બોલાવી રહ્યું છે. અમેરિકાની અફઘાનિસ્તાનમાંથી ઘરવાપસી ફરી એક વાર અફઘાનિસ્તાનને તાલિબાનોનો મજબૂત અડ્ડો બનાવી દે તેવી દહેશત સાચી છે. એક ફ્લેશબૅક જોઈએ. મહાભારતના સમયમાં એક વખતે અફઘાનિસ્તાન મહાભારતનો એક હિસ્સો હતો. અફઘાનિસ્તાનની રાજધાની કંદહાર […]
પાકિસ્તાન એક નોટોરિયસ અને ન્યૂસન્સ કન્ટ્રી છે. થોડા દિવસ પૂર્વે જ પાકિસ્તાન પ્રેરિત કેટલાક આતંકવાદીઓએ જમ્મુ એરબેઝ પર ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. આતંકવાદીઓની આ નવી ચાલ છે. આજે તેમની પાસે અમાનવ ડ્રોન છે પરંતુ આવતીકાલે એ લોકો પાસે પાકિસ્તાનનો કોઈ અણુબોમ્બ આવી જાય તો એ લોકો શું કરશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. […]
બોલિવૂડના સુપ્રસિદ્ધ એક્ટર દિલીપકુમાર રહ્યા નથી. જાણે કે એક યુગનો અંત આવી ગયો. ટ્રેજેડી કિંગ દિલીપકુમાર માટે ‘થેસ્પીઅન’ શબ્દ વપરાતો હતો. દિલીપકુમારના અભિનય, ભાષા. સંવાદની ડિલિવરીને આજ સુધી એક પણ એક્ટર વટાવી શક્યો નથી. દિલીપકુમાર સ્વયંં અભિનયની એક પાઠશાળા હતા. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે દિલીપકુમાર સ્વયં એક અદ્ભુત વક્તા હતા. તેઓ […]
તા.૧૯ મી જૂન ભારતનો ‘નેશનલ રીડિંગ ડે’ અર્થાત્ રાષ્ટ્રીય વાંચન દિન હતો. ભાગ્યે જ કોઈએ આ દિવસને યાદ કર્યો. આમ તો તા. ૧૯ જૂનથી તા. ૧૮ જુલાઈ સુધી ભારતમાં ‘રાષ્ટ્રીય વાંચન મહિના’ તરીકે મનાવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે તા. ૧૯ જૂન તે ભારતમાં પુસ્તકાલય આંદોલનના પ્રણેતા કેરળના પી.એન. પેનિકરની પૂણ્યતિથિ નિમિત્તે આ […]
મનજિતની દુકાને એક દિવસ મીનુ અરોડા નામની યુવાન વિધવા આવી હરિયાણાના સિરસા જિલ્લાનું નટાર ગામ. આ ગામના વતની સતપાલસિંહ અને મનજિતસિંહ- એ ભાઇઓએ સિરસાના જનતા ભવન રોડ પર પેસ્ટિસાઇડસની એક દુકાન ખોલી હતી. સતપાલસિંહ વેપાર કરતો અને મનજિતસિંહ જમીનો તથા મકાનોની લે-વેચના દલાલ તરીકે કામ કરતો હતો. બંને ભાઇ પરણેલા હતા. મનજિતસિંહનું લગ્ન અમરજિત કૌર […]
યાદ કરો એ જમાનાને જ્યારે દર બુધવારે રાત્રે ૯ વાગે રેડિયો સિલોન પરથી પ્રસારિત થતી ‘બિનાકા ગીતમાલા’ની શરૂઆત આ રીતે થતી. ‘ભાઈઓ ઔર બહેનો, યે રેડિયો સિલોન હૈ ઔર મેં હું આપકા દોસ્ત અમીન સયાની. બિનાકા ગીતમાલા લેકર મૈં હાજર હું. ધ્યાન લગાકર સુનિયે!’ આ કાર્યક્રમ રેડિયો ઉદ્ઘોષક અમીન સયાનીને દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ એટલી […]
ગુજરાતીઓએ ગુજરાતની જે શ્રેષ્ઠ પ્રતિભાઓને વિસારે પાડી દીધી છે અને જેમને સન્માનરહિત રાખ્યાં છે તેમાંથી એક છે અભિનેત્રી નિરૂપા રોય. એમનું સન્માન ગુજરાત બહાર થયું, પણ ગુજરાતમાં કદી નહીં. યાદ રહે કે ફિલ્મોમાં નાયક કે નાયિકા કરતાં પણ માનો રોલ નિભાવવાની એક ઉત્કૃષ્ઠ જવાબદારી હોય છે. ફિલ્મજગતના ઇતિહાસમાં ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં ચિરયુવાનીમાં માનો રોલ ભજવનાર […]
કોરોનાકાળમાં પણ વિશ્વના સામાજિક પટલ પર ખાટી-મીઠી ઘટનાઓ ઘટતી રહી. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન તેમના વાગ્દત્તા કેરી સિમડોમ સાથે સાદગીથી લગ્ન કરી લીધા. તેના થોડા દિવસ પહેલાં બિલ ગેટસએ તેમની પત્ની મેલિન્ડાને ૨૭ વર્ષના દાંપત્યજીવન બાદ છૂટાછેડા આપી દીધા. પશ્ચિમના દેશોમાં લગ્ન અને ડિવોર્સ કોઈ નાની વાત નથી. એક જમાનાના મશહૂર અને સ્વરૂપવાન અભિનેત્રી […]
આજે ફરી એક વાર નાની પણ સંવેદનશીલ કથા પ્રસ્તુત છે. જોસેફ બેકર અમેરિકામાં રહે છે. એક ટાઉનમાં તે રહે છે. અમેરિકામાં ટેક્સીના કેબ ડ્રાઇવર જોસેફ કહે છે : ‘ઘણાં વર્ષો પહેલાં હું ટેક્સી કેબ ચલાવતો હતો. એક મધરાતે મારી કેબ સિસ્ટમ પર એક મેસેજ આવ્યો. કોઈ પેસેન્જરને ટેક્સીની જરૂર હતી. મને એડ્રેસ આપવામાં આવ્યું. હું […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel