ભારતવર્ષમાં જેવી રીતે ‘ગાંધીવાદ’નું આગવું માહાત્મ્ય છે તેમ એક જમાનામાં ચીનમાં ‘માઓવાદ’નું માહાત્મ્ય હતું. ફરક એ હતો કે ગાંધીજી અહિંસાના પૂજારી હતા જ્યારે ચીનના કમ્યુનિસ્ટ વડા માઓત્સે તુંગ હિંસાના પૂજારી હતા. ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ લાવવાના નામે તેમણે લાખો લોકોને કચડી નાંખ્યા હતા. માઓ એક સનકી નેતા હતા. તેમનો સ્વભાવ અનેક પ્રકારની વિચિત્રતાઓ અને વિકૃતિઓથી ભરેલો […]
બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય રાજનીતિનું એક ખૂબસૂરત પાનું આજે ખોલીએ છીએ. વાત છે તારકેશ્વરી સિંહાની. તારકેશ્વરી સિંહા બિહારનાં હતા અને લોકસભામાં ચૂંટાઈને ગયાં ત્યારે તેમનું સૌંદર્ય, ચહેરા પરનો ચાર્મ, બોબકટ વાળ અને સ્લીવલેસ બ્લાઉઝ જોઈએ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. એ વખતના રાજકીય વર્તુળોમાં તારકેશ્વરી સિંહા ‘ગ્લેમર ગર્લ ઓફ પાર્લામેન્ટ’ તરીકે […]
એનું નામ અર્ચના તેજસિંહ ચૌહાણ. તેઓ એક લેખિકા છે, નાટય દિગ્દર્શક છે અને ક્યારેક અભિનેત્રી પણ છે. ટૂંકી વાર્તાઓ પણ લખે છે. સુંદર અને સોહામણું ઊર્જાભર્યું વ્યક્તિત્વ છે. અર્ચના પાસે ગજબનો આત્મવિશ્વાસ છે. ગુજરાતી રંગભૂમિની તેજસ્વી પ્રતિભા છે. અત્યારે અર્ચનાની વય ૩૦ વર્ષની જ છે. અર્ચના એવા પરિવારમાંથી આવે છે કે જેનો અગાઉ કદીયે સાહિત્ય […]
ચીનમાં સામ્યવાદી પક્ષનો આરંભ થયો અને સામ્યવાદીઓએ જે દિવસથી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી ચીનનો મહાન પૌરાણિક સાંસ્કૃતિક વારસો પણ ખતમ થઈ ગયો. એક જમાનામાં ચીન ભારતની જેમ વિશ્વ સાંસ્કૃતિક અને પ્રણાલિકાઓનો દેશ હતો પરંતુ નવી સાંસ્કૃતિક ક્રાંતિના નામે કમ્યુનિસ્ટોએ ચીનની અસલી સંસ્કૃતિને ખતમ કરી દીધી અને આ અપકૃત્યનો આરંભ કરનાર હતા માઓત્સે તુંગ. તેઓ ૧૯૪૯થી […]
માનવજાત પર સૌથી વધુ જે વૈજ્ઞાનિકનો મોટો ઉપકાર છે તેમાં એક વધુ નામ છે : લૂઈ પાશ્ચર. લૂઈ પાશ્ચર એક એવા વૈજ્ઞાનિક હતા જેમણે નિસ્વાર્થ ભાવે માનવજીવનને લાંબુ નિરોગી આરોગ્ય બક્ષવામાં પોતાનું સમગ્ર જીવન સર્મિપત કરી દીધું હતું. લૂઈ પાશ્ચરે કરેલા વૈજ્ઞાનિક સંશોધનોના કારણે બીમારીના કારણે પડેલા ઘાના કારણે જે પીડા અને અસહ્ય દર્દ થાય […]
બીજા વિશ્વયુદ્ધ પછી આખું જગત એક નાજુક અને કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. કુદરતી આપત્તિઓ તો આવે છે અને જાય છે, પરંતુ કોરોના વાઇરસના આક્રમણથી વિશ્વ આખું હતપ્રભ છે. એક અદૃશ્ય દુશ્મન આખી દુનિયા પર કાળો કેર વર્તાવી રહ્યો છે. બીમાર અને મોતને ભેટતા માનવીઓના આંકડા લખાય અને છપાય તે સુધીમાં તો એ આંકડો […]
મહારાણી દ્રૌપદીને ભગવાન વેદવ્યાસે ભારતના ‘ભાગ્ય વિધાતા’ કહ્યાં છે. વ્યાસ મહારાજે દ્રૌપદીને કહ્યું હતું કે, ‘ભારતવર્ષની તમામ સ્ત્રીઓ તમારી પ્રતિભા અને તાકાતની ઈર્ષા કરશે.’ – પરંતુ મહારાણી દ્રૌપદીએ જીવનપર્યંત દુઃખ અને પીડા ભોગવી છતાં તેઓ શ્રેષ્ઠ અને પવિત્ર નારી બનીને જ રહ્યાં. ‘મહાભારત’ના આ સર્વશ્રેષ્ઠ પાત્ર-દ્રૌપદીનો રોલ ભજવનાર બંગાળના અભિનેત્રી રૂપા ગાંગુલીના જીવન પર પણ […]
ચીન માત્ર કોરોના વાઇરસ પેદા કરવા માટે જ જવાબદાર છે તેવું નથી. ચીનનો અફીણના ધંધા સાથેનો સંબંધ સેંકડો વર્ષ પુરાણો છે. ચીનનો અફીણ સાથેનો ઇતિહાસ છેક ૭મી સદીથી શરૂ થાય છે. શરૂઆતમાં તો ચીનના અફીણનો ઉપયોગ ઔષધીય પ્રયોજનો માટે કરાતો હતો પરંતુ ૧૭મી સદીમાં દક્ષિણ પૂર્વ એશિયામાં ધૂમ્રપાન માટે વપરાતી તમાકુમાં અફીણ મિલાવવાની પ્રથા શરૂ […]
‘દ્રૌપદી’ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ છે- ‘પ્રજ્વલિત.’ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં મહારાણી દ્રૌપદીની પ્રતિભા ભારત વર્ષમાં અદ્વિતીય છે. અધર્મ સામે લડનારી દેશના આ પ્રથમ નારીવાદી અને શક્તિશાળી સ્ત્રી હતા. દ્રૌપદીના જન્મની કથા રસપ્રદ છે. તે પાંચાલ નરેશ રાજા દ્રુપદની પુત્રી તરીકે ઓળખાઈ, પરંતુ તેનો જન્મ રાજા દ્રુપદનાં પત્નીની કૂખે થયો નહોતો. યુવાનીના સમયમાં રાજકુમાર દ્રુપદ […]
એક જમાનો હતો જ્યારે વિશ્વમાં આવેલા કેટલાક સામ્યવાદી દેશો પૈકી બે જ સામ્યવાદી દેશો સહુથી શક્તિશાળી હતા. એક હતો સોવિયેત રશિયા અને બીજો ચીન. સોવિયેત રશિયા ભાંગીને અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું. આજે વ્લાદિમીર પુતિન જેના વડા છે તે તો સોવિયેત રશિયામાંથી છૂટા ડપડીગયેલા દેશો પછી બચી ગયેલો ભાગ છે. મૂળ સોવિયેત યુનિયનનો એક હિસ્સો છે. […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel