ભારતના સખત વિરોધ છતાં પાકિસ્તાને ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં ચૂંટણીઓ કરાવી. ૧૯૪૭માં પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરનો ભાગ ગણાતા ગિલગિટ અને બાલ્ટીસ્તાનને પાકિસ્તાને પચાવી પાડયું હતું. ગિલગિટ અને બાલ્ટીસ્તાનના લોકોને પાકિસ્તાન સામે જ સખત વિરોધ છે. ચૂંટણીઓનો વિરોધ થવાની આશંકાએ પાકિસ્તાને ૧૬,૦૦૦ સુરક્ષાકર્મીઓને તહેનાત કરાવી આ ચૂંટણીઓ યોજી હતી. કેટલાક સમય પહેલાં ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી […]
વંશ વાનખેડે એક હોનહાર યુવાન છે. મુંબઈમાં વિરાર ખાતે રહે છે. તે મુંબઈની એક એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી છે. એની જ કોલેજમાં ધારા નામની એક છોકરી પણ ભણતી હતી. ધારા અત્યંત સ્વરૂપવાન અને ચંચળ હતી. એક દિવસ કેન્ટીનમાં વંશ અને ધારાનો પરિચય થયો. વંશ પણ દેખાવડો યુવાન હોઈ ધારાને તેના માટે આકર્ષણ થયું. એક દિવસ ધારાએ […]
વિશ્વભરમાં લોકો ‘વેલેન્ટાઈન્સ ડે’ મનાવે છે, ‘ફાધર્સ ડે’ મનાવે છે, ‘મધર્સ ડે’ મનાવે છે. ‘ફ્રેન્ડશિપ ડે’ મનાવે છે પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે તા.૨૫મી નવેમ્બરને હવે ઈન્ટરનેશનલ ‘મીટલેસ ડે એન્ડ એનિમલ રાઈટ્સ ડે’ તરીકે મનાવવાનો આરંભ સાધુ વાસવાણી મિશન દ્વારા શરૂ કરાયો છે. આ દિવસે અમદાવાદ જેવા શહેરમાં સરદાર નગરમાં આવેલી […]
“કાજલ અમારી દીકરી હતી” એક પિતા ધ્રૂજતા અવાજે વાત શરૂ કરે છે. તેઓ કહે છે : એક માત્ર હું જ આખા જગતમાં પુત્રીનો બાપ નથી. આખી દુનિયા દીકરીઓના પિતાઓથી ભરેલી છે, પરંતુ એક દીકરીના પિતા તરીકે મેં જે દુઃખ સહન કર્યું છે તેવું કોઈએ સહન કર્યું નહીં હોય. કાજલ અમારી એકમાત્ર પુત્રી હતી. તે સુંદર […]
આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ગાંધીજી સ્ટીમરમાં બેસી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે મુંબઈના બંદર પર તેમનું સ્વાગત કરવાની આગેવાની મોહંમદ અલી ઝીણા, ગોપાલ કૃષ્ણ ગોખલે અને કોંગ્રેસના બીજા આગેવાનોએ લીધી હતી. તા.૧લી જાન્યુઆરી ૧૯૧૫નો એ દિવસ હતો. બપોરના સમયે ગાંધીજી સ્ટીમરમાંથી ઊતર્યા ત્યારે ગાંધીજી અને મોહંમદ અલી ઝીણા પહેલી જ વાર એક બીજાને ભેટયા […]
આખા વિશ્વએ અમેરિકાના પ્રમુખની ચૂંટણી રસપૂર્વક નિહાળી. અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં વિશ્વના દરેક દેશને રસ છે, કારણ કે અમેરિકા કાંઈ પણ કરે છે તો તેની સીધી અથવા આડકતરી અસર વિશ્વના દરેક દેશની રાજનીતિ અને અર્થતંત્ર પર પડે છે. અમેરિકા ખાડીના કોઈ દેશ સામે યુદ્ધ કરે તો બળતણના તેલમાં ભડકો થઈ શકે છે. અમેરિકાને કોઈ દેશ સાથે […]
એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ […]
શકુંતલા. હજુ તો તેની વય ૨૮ વર્ષની જ હતી. તે પરણેલી હોવા છતાં ગોરખપુર જિલ્લાના શાહપુર ગામમાં એક રૂમ ભાડે લઈને રહેતી હતી. તે બે સંતાનોની માતા હતી. તેનો પતિ મુન્નાલાલ મુંબઈમાં રહેતો હતો. મુન્નાલાલ પણ ગોરખપુર જિલ્લાનો વતની હતો. પરંતુ ટૂંકી જમીનના કારણે પેટિયું રળવા મુંબઈ ગયો હતો. તેનું લગ્ન નજીકના જ એક ગામની […]
ત્રેવીસ વર્ષની સુનિતાના પિતા મૂળ પંજાબી હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ સુનિતાના પિતા રામસ્વરૂપ શર્મા લખનઉમાં રહેવા આવ્યા હતા. સુનિતાનો ભાઈ રાકેશ શર્મા પરણ્યા બાદ અલગ રહેવા જતો રહ્યો હતો. સુનિતા અત્યંત સુંદર હતી. તે મોટી થતાં માતા-પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી હતી. સુનિતા માટે યોગ્ય છોકરાઓની શોધ શરૂ થઈ. એક પરિચિત મિત્રએ સુનિતા માટે […]
ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી પ્રણાલી છે. અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી પ્રણાલી છે. વિશ્વભરમાં પ્રમુખશાહી લોકતાંત્રિક પ્રણાલીને અદ્યતન અને લોકોને તથા રાજ્યોને વધુ અધિકારો આપતી પ્રણાલી માનવામાં આવે છે. પ્રમુખશાહી પદ્ધતિ શું છે તે સમજવાની જરૂર છે. પ્રમુખશાહી પ્રણાલીમાં વહીવટી સત્તા પ્રમુખ ભોગવે છે પરંતુ કાયદો કરવાની સત્તા પ્રમુખ પાસે નથી. પ્રમુખશાહી પદ્ધતિમાં જે તે દેશની […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel