“કાજલ અમારી દીકરી હતી” એક પિતા ધ્રૂજતા અવાજે વાત શરૂ કરે છે. તેઓ કહે છે : એક માત્ર હું જ આખા જગતમાં પુત્રીનો બાપ નથી. આખી દુનિયા દીકરીઓના પિતાઓથી ભરેલી છે, પરંતુ એક દીકરીના પિતા તરીકે મેં જે દુઃખ સહન કર્યું છે તેવું કોઈએ સહન કર્યું નહીં હોય. કાજલ અમારી એકમાત્ર પુત્રી હતી. તે સુંદર […]
આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ગાંધીજી સ્ટીમરમાં બેસી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે મુંબઈના બંદર પર તેમનું સ્વાગત કરવાની આગેવાની મોહંમદ અલી ઝીણા, ગોપાલ કૃષ્ણ ગોખલે અને કોંગ્રેસના બીજા આગેવાનોએ લીધી હતી. તા.૧લી જાન્યુઆરી ૧૯૧૫નો એ દિવસ હતો. બપોરના સમયે ગાંધીજી સ્ટીમરમાંથી ઊતર્યા ત્યારે ગાંધીજી અને મોહંમદ અલી ઝીણા પહેલી જ વાર એક બીજાને ભેટયા […]
આખા વિશ્વએ અમેરિકાના પ્રમુખની ચૂંટણી રસપૂર્વક નિહાળી. અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં વિશ્વના દરેક દેશને રસ છે, કારણ કે અમેરિકા કાંઈ પણ કરે છે તો તેની સીધી અથવા આડકતરી અસર વિશ્વના દરેક દેશની રાજનીતિ અને અર્થતંત્ર પર પડે છે. અમેરિકા ખાડીના કોઈ દેશ સામે યુદ્ધ કરે તો બળતણના તેલમાં ભડકો થઈ શકે છે. અમેરિકાને કોઈ દેશ સાથે […]
૧૯૬૨ની એ સાલ હતી. સાબરકાંઠા અને હવે અરવલ્લી જિલ્લાનું એક નાનકડું ગામ- બાયડ. ગામમાં વીજળી નહોતી. નાટક કંપની આવે તો પેટ્રોમેક્સના અજવાળે કે તેમના નાનકડા જનરેટરથી શો ભજવાય. ગામમાં એક સુંદર હાઈસ્કૂલ જેનું નામ એન.એચ.શાહ (સાઠંબાવાળા) હાઈસ્કૂલ. સ્કૂલની નજીકમાં જ એક નવું નવું છાત્રાલય બનેલું. હું એ સ્કૂલમાં એસ.એસ.સી.ના છેલ્લા વર્ષમાં ભણતો હતો. મારા મિત્રો […]
એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ […]
શકુંતલા. હજુ તો તેની વય ૨૮ વર્ષની જ હતી. તે પરણેલી હોવા છતાં ગોરખપુર જિલ્લાના શાહપુર ગામમાં એક રૂમ ભાડે લઈને રહેતી હતી. તે બે સંતાનોની માતા હતી. તેનો પતિ મુન્નાલાલ મુંબઈમાં રહેતો હતો. મુન્નાલાલ પણ ગોરખપુર જિલ્લાનો વતની હતો. પરંતુ ટૂંકી જમીનના કારણે પેટિયું રળવા મુંબઈ ગયો હતો. તેનું લગ્ન નજીકના જ એક ગામની […]
ત્રેવીસ વર્ષની સુનિતાના પિતા મૂળ પંજાબી હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ સુનિતાના પિતા રામસ્વરૂપ શર્મા લખનઉમાં રહેવા આવ્યા હતા. સુનિતાનો ભાઈ રાકેશ શર્મા પરણ્યા બાદ અલગ રહેવા જતો રહ્યો હતો. સુનિતા અત્યંત સુંદર હતી. તે મોટી થતાં માતા-પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી હતી. સુનિતા માટે યોગ્ય છોકરાઓની શોધ શરૂ થઈ. એક પરિચિત મિત્રએ સુનિતા માટે […]
ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી પ્રણાલી છે. અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી પ્રણાલી છે. વિશ્વભરમાં પ્રમુખશાહી લોકતાંત્રિક પ્રણાલીને અદ્યતન અને લોકોને તથા રાજ્યોને વધુ અધિકારો આપતી પ્રણાલી માનવામાં આવે છે. પ્રમુખશાહી પદ્ધતિ શું છે તે સમજવાની જરૂર છે. પ્રમુખશાહી પ્રણાલીમાં વહીવટી સત્તા પ્રમુખ ભોગવે છે પરંતુ કાયદો કરવાની સત્તા પ્રમુખ પાસે નથી. પ્રમુખશાહી પદ્ધતિમાં જે તે દેશની […]
અમેરિકામાં આવી રહેલી પ્રેસિડેન્ટની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે. ભારતમાં પણ લોકશાહી છે પરંતુ અમેરિકાની અને ભારતની લોકશાહી પદ્ધતિમાં-પ્રણાલીમાં ફરક છે. ભારતમાં વડાપ્રધાનની પસંદગી લોકસભામાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના સંસદસભ્યો નક્કી કરે છે જ્યારે અમેરિકામાં પ્રમુખની પસંદગી સીધી અમેરિકાની પ્રજા નક્કી કરે છે. અમેરિકાની ફેડરલ એટલે કે સંઘીય વ્યવસ્થામાં નાગરિકો સરકારના ત્રણ સ્તરો હેઠળ […]
ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવાશભર્યા સંબંધોની પેલે પાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની કેટલીક સુનહરી યાદો સમાયેલી છે. ભારતના પૂર્વ વડાપ્રધાનો આઈ.કે. ગુજરાલ અને ડો.મનમોહનસિંઘની જન્મભૂમિ પણ હાલમાં પાકિસ્તાનમાં આવેલી છે. શીખોના ધર્મગુરુ નાનકદેવનો જન્મ પણ હાલ પાકિસ્તાનમાં આવેલા નનકાના સાહિબ ખાતે થયો હતો. એક્ટર દિલીપકુમારની જન્મભૂમિ પણ હાલના પાકિસ્તાનમાં આવેલી છે. બોલિવૂડની ચાર પેઢીઓના પિતામહ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel