ગ્રામોફોન શબ્દ કદાચ આજની પેઢીને એક અજનબી શબ્દ લાગશે. ગ્રામોફોન એટલે ધ્વનિ મુદ્રણ યંત્ર. ગ્રામોફોનની શોધ ૧૯મી સદીમાં થોમસ આલ્વા એડિસને કરી હતી. વીજળીનો બલ્બ અને મોશન પિક્ચર કેમેરાની શોધ પણ તેમણે જ કરી હતી. થોમસ એડિસન ઈચ્છતા હતા કે તેમણે શોધેલા ગ્રામોફોન પર કોઈ પ્રતિષ્ઠિત વિદ્વાનનો અવાજ રેકોર્ડ કરવામાં આવે. આ હેતુ માટે તેમણે […]
પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા પણ બ્રિટિશ રાજ દરમિયાન ઉદ્ભવેલી એક એવી શૈક્ષણિક સંસ્થા છે જેણે દેશને અંગ્રેજો સામે જ લડનાર પ્રખર પ્રતિભાઓ આપી. પ્રેસિડેન્સી કોલેજ એ ‘હિંદુ કોલેજ’ અથવા ‘પ્રેસિડેન્સી યુનિવર્સિટી’ તરીકે પણ જાણીતી રહી છે. આજે પણ તે આર્ટ્સ્ અને સાયન્સની ફેકલ્ટીમાં દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા ગણાય છે. પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતાને ૨૦૧૦માં યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. […]
દેશના કોઈ પણ શિક્ષિત નાગરિકે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજનું નામ સાંભળ્યું ના હોય તેવું શક્ય નથી. આ સંસ્થા પણ બ્રિટિશ ઇન્ડિયા સમયગાળાનું જ સર્જન છે. યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંકળાયેલી આ સૌથી જૂની કોલેજ છે. આ કોલેજે બાલ ગંગાધર ટિળક, ગોપાલક્રિષ્ન ગોખલે, દાદાભાઈ નવરોજી, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, વીરચંદ ગાંધી, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા અને જમશેદજી તાતા […]
ફર્ગ્યુસન કોલેજ, પુના. તેનુ સૂત્ર છે : ”નોલેજ ઈઝ પાવર.” સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી સાથે સંકળાયેલી આ કોલેજની સ્થાપના પણ બ્રિટિશ રાજ દરમિયાન ઈ.સ. ૧૮૮૫માં થઈ હતી. તે પૂણેના ફર્ગ્યુસન રોડ પર જ આવેલી છે. તેની સ્થાપના ડેક્કન એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવી હતી. તેના પહેલા પ્રિન્સિપાલ પ્રો. વામન શિવરામ આપ્ટે હતા. આ કોલેજનું નામ […]
સંસદની વાત કરવામાં આવે તો અભિનયથી રાજનીતિની સફર સહુથી પહેલાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરે તય કરી. ૧૯૫૨માં પૃથ્વીરાજ કપૂરને રાજ્ય સભાના સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા. સમુંદરી (હાલ પાકિસ્તાનમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂર રાજનીતિથી અસ્પૃશ્ય નહોતા. આઝાદીની પહેલાં તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર એક દમદાર નાટક બનાવ્યું હતું. એ નાટકનું નામ હતું- ‘દીવાર’, જે સહુથી પહેલી વાર કોંગ્રેસની […]
લોકસભાની ચૂંટણી દ્વારા દેશના લોકતંત્રનું મહાપર્વ ઉજવાઇ ગયું. આઝાદીના સાત દાયકા દરમિયાન ચૂંટણી પ્રચાર, પદ્ધતિ, સરઘસો અને સભાઓના પ્રકારમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે ત્યારે અહીં કેટલીક અવિસ્મરણીય વાતો-ઘટનાઓ પ્રસ્તુત છે. રેણુ ચક્રવર્તી એમનું નામ હતું રેણુ ચક્રવર્તી. તા. ૧૨ ઓક્ટોબર, ૧૯૧૭ની સાલમાં જન્મેલાં રેણુ વયસ્ક થતાં ૧૯૪૨માં એ વખતના પ્રસિદ્ધ પત્રકાર નિખિલ ચક્રવર્તી સાથે […]
પદ્માવતી દેવી. છત્તીસગઢના રાજનંદગાંવથી સંસદ સુધી પહોંચનાર એકમાત્ર મહિલા મહારાણી પદ્માવતી સિંહ દેવી હતા. તેમણે ૧૯૬૭માં ચોથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર વિજય હાંસલ કર્યો હતો. તેઓ ખૈરાગઢ રાજ્ય પરિવારના મહારાણી હતા. રાણી પદ્માવતી દેવીએ કળા સંગીતની ઇંદિરા વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટીની સ્થાપના માટે પોતાનો રાજમહેલ દાનમાં આપી દીધો હતો. મહારાણી પદ્માવતી દેવીનો જન્મ તા. ૧૭ […]
સર એડવીન આર્નોલ્ડ. તેઓ અંગ્રેજી ભાષાના કવિ અને પત્રકાર પણ હતા. તેઓ એક અંગ્રેજ હોવા છતાં એશિયાની તમામ ભાષાઓ પ્રત્યે ગજબનાક પ્રેમ અને રુચિ ધરાવતા હતા. તેમનો જન્મ તા.૧૦ જૂન,૧૮૩૨ના રોજ ગ્રેવ સેન્ડ, કેન્ટ ખાતે થયો હતો. તેઓ સસેક્સ ઇંગ્લેન્ડના મેજિસ્ટ્રેટ રોબર્ટ કોલ્સ આર્નોલ્ડના બીજા નંબરના પુત્ર હતા. રોચેસ્ટરની કિંગ્સ સ્કૂલ અને તે પછી કિંગ્સ […]
સંસ્કૃત આમ તો દેવોની ભાષા છે. વિશ્વનો શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ-શ્રીમદ્ ભાગવત ગીતા સંસ્કૃતમાં લખાયેલો છે. મહાકવિ કાલિદાસની શ્રેષ્ઠ કૃતિ- ‘અભિજ્ઞાન શાકુંતલમ્ ‘ સંસ્કૃતમાં છે. ભાસનું ‘સ્વપ્નવાસવદત્તમ’ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આજે સંસ્કૃત ભાષા માત્ર ગ્રંથોમાં જ સીમિત થઇ રહી છે. ત્યારે અહીં એક એવી વિદેશી વ્યક્તિની કહાણી છે જે અંગ્રેજ […]
સર ચીમનલાલ હરિલાલ સેતલવાડ. આજથી ૧૦૦ વર્ષ પહેલાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવા એક સેલિબ્રિટી હતા. અંગ્રેજોના સમયમાં બોમ્બે હાઇકોર્ટના તેઓે વિદ્વાન ધારાશાસ્ત્રી હતા. ‘સર’એ અંગ્રેજોએ આપેલો ઇલકાબ હતો. તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૫માં ભરૂચ ખાતે એક બ્રહ્મક્ષત્રિય પરિવારમાં થયો હતો. અંગ્રેજોના જમાનામાં રૂ. એક લાખની લાંચ લેવાનો ઇન્કાર કરનાર અંબાશંકર બ્રિજરાય તે ચીમનલાલ સેતલવાડના પિતામહ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel