ગોમતી એક મોજિલા સ્વભાવની ફેશન પરસ્ત યુવતી હતી. એનો પતિ પરશુરામ એને ખૂબ ચાહતો હતો. ગોમતી રાજસ્થાનના એક ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ સુરતમાં હીરાના કારખાનામાં સારો કારીગર હતો. તેને સારો પગાર પણ મળતો હતો. પરશુરામ તેની આવકમાંથી સુરતની શ્રેષ્ઠ સાડીઓ ખરીદીને પત્ની ગોમતીને મોકલતો હતો. ગોમતીને સારાં સારાં વસ્ત્રો પહેરવાનો જબરદસ્ત શોખ હતો. […]
“કાજલ અમારી દીકરી હતી” એક પિતા ધ્રૂજતા અવાજે વાત શરૂ કરે છે. તેઓ કહે છે : ”એક માત્ર હું જ આખા જગતમાં પુત્રીનો બાપ નથી. આખી દુનિયા દીકરીઓના પિતાઓથી ભરેલી છે, પરંતુ એક દીકરીના પિતા તરીકે મેં જે દુઃખ સહન કર્યું છે તેવું કોઈએ સહન કર્યું નહીં હોય. કાજલ અમારી એકમાત્ર પુત્રી હતી. તે […]
સપ્ટેમ્બર એક સુંદર મહિનો છે. પેટ ભરીને વરસેલા વરસાદ પછી હરિયાળી ધરતીનું દર્શન આ માસમાં અધિક શ્રેષ્ઠ લાગે છે. એમાંયે ગિરિરાજ આબુ તો નર્યો આલ્હાદક જ બની રહે છે. અને એ જ દિવસોમાં મારે આબુ જવાનું થયું. ટોચની વસ્તીથી દૂર છતાં બહુ દૂર નહીં એવા એક રમણીય સ્થળે એક મિશન સ્કૂલ ચાલે છે. એ સ્કૂલની […]
હવે આગામી દિવસોમાં ભગવાન શ્રી રામની જન્મતિથિ આવી રહી છે ત્યારે આજે ભગવાન શ્રી રામના પૂર્વજ અને તેમના પરિવારની એક પાવન-પ્રેરક કથા પ્રસ્તુત છે. ભગીરથ મહારાજાના વંશમાં શ્રૃત, નાભ, સિંધુ દ્વિપ અને તે પાછી અપુતાપુ થયા. આ વંશમાં ઋતુપર્ણ નામનો પણ રાજા થયો. વંશ આગળ ચાલ્યો. કેટલીક પેઢીઓ બાદ ખટ્વાંગ નામનો રાજા થયો. તેમના વંશમાં […]
હવે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે તમામ પક્ષો તરફથી પ્રવચનોનું સ્તર પણ નીચે જતું જાય છે. થોડા દિવસ બાદ પાંચ રાજ્યોમાં પણ ચૂંટણીઓ છે. તમામ પક્ષો તરફથી એકબીજા સામે આક્ષેપબાજી, કોમી ઉશ્કેરણી કરનારાં પ્રવચનો વધુ જણાય છે અને પ્રતિસ્પર્ધી ઉમેદવારોને એકબીજા માટે માન-સન્માન પણ હવે રહ્યાં નથી. ગૌરવપૂર્ણ વિરોધ દેશને આઝાદી મળી […]
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની નોટબંધી પછી આ પહેલી ચૂંટણીઓ છે. ફરી એક વાર લાખોની માનવ મેદનીથી ભરેલી ચૂંટણી સભાઓ જોવા મળશે. વિશાળ શમિયાણા જોવા મળશે. ભવ્ય પન્ડાલ્સ જોવા મળશે. નેતાઓને લઈ જતાં હેલિકોપ્ટર્સના ઉડ્ડયનો જોવા મળશે. રસ્તાઓ પર ભવ્ય હોર્ડિંગ્સ જોવા મળશે. શમિયાણામાં નેતાઓની બેઠકની […]
‘વાલી બા ઝટ કરો, પૈડુ શેંકારવાનો ટેંમ થઈ ગયો. શું ચોઘડિયું ચાલે છે.’ ગોર મહારાજે ખભે મથુરીયું નાંખતા ઘરમાં પ્રવેશીને કહ્યું. ‘પાયે લાગુમા’રાજ. બધું તૈયાર જ છે. તમે જ મોડા આયાં. નકર અમે તો હુતા ઊઠયા વરઘોડીયાંને જમાડી દીધા છે. જાનૈયા તો ક્યારનાયે પગ પછાડે છે.’વાલીબાએ ટૂંકમાં આખો અહેવાલ આપી દીધો અને લૂગડાં બદલવા મેડીના […]
અઠ્ઠાવીસ વર્ષનો કરણ છેલ્લા કેટલાક સમયથી મુંબઈ આવ્યો હતો. તે મુંબઈમાં ટેક્સી ચલાવતો હતો. વિરારમાં એક સસ્તું મકાન ભાડેથી લીધું હતું. તેમાં એક રૂમ અને એક વરંડો હતો. એક વાર તેના વતન વલસાડથી જગદીશ નામનો દોસ્ત નોકરી ધંધાની શોધમાં મુંબઈ આવ્યો. જગદીશે કહ્યું : ‘યાર, મારા લગ્ન થયે બે વર્ષ થઈ ગયાં છે. મારી પત્ની […]
. એક પત્ર છે. તે લખે છે : ‘મારું શરીર સૌષ્ઠવ સારું છે. હું નાની હતી ત્યારથી જ રૃપાળી છું. મોટી થઈ. સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ મને જોઈ રહેતા પરંતુ હું સ્વભાવથી શાંત અને નિર્મળ હતી. હું કુંવારી હતી ત્યારથી મને કોઈ છોકરાઓમાં રસ નહોતો. મારા મનમાં એક વાત ઠસી ગઈ હતી કે પુરુષજાત સ્વાર્થી […]
તાજેતરમાં અક્ષયકુમારની ‘રૂસ્તમ’ ફિલ્મ રજૂ થઈ. વર્ષો પહેલાં એટલે કે ૧૯૬૩માં સુનીલ દત્ત દ્વારા અભિનીત ફિલ્મ ‘યે રાસ્ત હૈ પ્યાર કે’ રજૂ થઈ હતી. આ બંને ફિલ્મો મુંબઈના નાણાવટી મર્ડર કેસ તરીકે ઓળખાતા મર્ડર કેસથી પ્રેરિત હતી. નાણાવટી મર્ડર કેસ એક હાઈપ્રોફાઈલ મર્ડર કેસ હતો. તેની અસલ કથા રસપ્રદ છે. ૧૯૫૯ના વર્ષની આ વાત છે. […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel