રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની પ્રાઇવેટ લાઈફ સ્ટેટ સિક્રેટ જેવી રહી છે. પ્રેસિડેન્ટ પુતિન અને તેમનાં પત્ની લુડમિલા વચ્ચે પણ હવે સંબંધ રહ્યો છે કે કેમ તે એક પ્રશ્ન છે. ૨૦૦૮માં `નોસ્કોવ્સકી કોરસ્પોન્ડેન્ટ’ના પત્રકારે પુતિન વિશે એક સમાચાર લખ્યા હતા. તેમાં એણે એમ લખ્યું હતું કે, `પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા છે અને […]
સિનેમા એ ભારતના લોકજીવનનો હિસ્સો છે. ફિલ્મ-સિનેમા એક અસરકારક માધ્યમ છે. ભારત જેવા દેશમાં ફિલ્મ જ એવું પરિબળ છે કે ગરીબથી માંડીને તવંગર એ સહુને સસ્તામાં મનોરંજન પૂરું પાડે છે. વિશ્વમાં ૧૦ હજારથી વધુ છબીઘરો છે. વિશ્વમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાંચ લાખ જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારતીય ફિલ્મ જગતના પિતામહ મહારાષ્ટ્રના ધુંડીરામ ગોવિંદ ઉર્ફે […]
તા.૩જી ફેબ્રુઆરી. હોસ્પિટલની લોબીમાંથી દોડતી દોડતી એક નર્સ સીધી સુપરિન્ટેન્ડેન્ટની ચેમ્બરમાં ધસી ગઈ. ડૉ. મિસ વિશાખા એમના કાર્યમાં ખૂબ જ મગ્ન હતાં. નર્સનો અવિવેક જોેઈ ઠપકાભરી નજરે એમણે ઊંચે જોેયું. નર્સ બોલી ઃ’એક ઈમરજન્સી કેસ છે. એક્સિડન્ટમાં બ્રેઈન પર ઘા થયેલો છે. ઓપરેશન કરવું પડશે. ડૉ. ગુપ્તા આજે રજા પર છે.’ ડૉ. વિશાખાએ કોઈ અન્ય […]
બેલ રણકી ઊઠયો. સુપરવાઈઝરે ઉત્તરવહીઓ એકત્ર કરવા માંડી. વિદ્યાર્થીઓ છેલ્લી ઘડી સુધી લખવામાં મશગૂલ હતા. પણ વિદ્યા સમયસર લખી રહી હતી. પોતાની ઉત્તરવહી ઝડપથી સુપરત કરીને, ખૂણામાં પડેલાં પુસ્તકો ઉઠાવીને એ કોલેજની બહાર આવી. રોજની જેમ આજે પણ બદામના ઝાડ નીચે વિનય ઊભો હતો. ચાર આંખો એક થઈ. વિનયના મોં પર સ્મિત હતું. વિદ્યાના ચહેરા […]
અમદાવાદથી લંડન જવા માટે ઊપડેલું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાંની સાથે જ માત્ર ૩૨ સેકન્ડમાં તૂટી પડ્યું. માત્ર એક સિવાયના બાકીના ૨૪૧ જેટલા ઉતારુઓનાં મોત નીપજ્યાં. આ વિમાની અકસ્માતના બ્લેક બોક્સના વિશ્લેષણના આધારે આ વિમાનોનાં બંને એન્જિનો ઠપ્પ થઈ ગયાં હતાં. પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. કહેવાય છે કે વિમાનના બળતણની સ્વિચ ઓફ થઈ […]
હજારો વર્ષે પૂર્વેની આ કથા છે. અયોધ્યામાં હસ્તસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને તેર રાણીઓ હતી પણ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. રાજા વૃદ્ધ થયો અને પરિવારમાં પ્રજા ના હોવાથી વૈરાગ્ય થતાં પાળેલા પોપટ સાથે ઘોડા પર બેસી તપ કરવા વનમાં ચાલ્યો ગયો. તે એક વડલા નીચે આસન ધારણ કરીને બેઠો અને પ્રભુનુું નામ લેવા […]
હજારો વર્ષ પૂર્વે રાજા શાંતનુના મૃત્યુ પછી ચિત્રાંગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠો. તેના પછી વિચિત્રવીર્ય રાજા થયો. વિચિત્રવીર્ય રાજાને બે રાણીઓ હતી. એકનું નામ અંબિકા અને બીજીનું અંબાલિકા. વિચિત્રવીર્ય રાજાને કોઈ સંતાન નહોતું અને નિઃસંતાન હાલતમાં તેઓ મૃત્યુ પામ્યા. રાજા વગર રાજ કોણ ચલાવે ? મહર્ષિઓ આવ્યા અને તેમણે રસ્તો કાઢયો કે વેદવ્યાસને બોલાવો. વેદવ્યાસ […]
પાકિસ્તાને ભારતમાં મોકલેલા આતંકવાદીઓ દ્વારા પહલગામમાં ૨૬ જેટલા હિન્દુ પર્યટકોની હત્યા બાદ માત્ર પાકિસ્તાન જ નહીં, પણ ચીન પણ ઉઘાડું પડી ગયું છે. પહલગામની ઘટનાને માંડ એક જ મહિનો વીત્યો તેના થોડા દિવસ બાદ કંગાળ અને ભિખારી થઈ ગયેલા પાકિસ્તાનને ચીને ૩.૭ બિલિયન અમેરિકન ડોલરની કોમર્સિયલ લોન આપવાની જાહેરાત કરી દીધી. એ સિવાય બીજા ૬૦થી […]
વર્ષો જૂની એક ગ્રામ્ય કહેવત-રૂઢિપ્રયોગ છે, `જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ.’ કહેવાનો મતલબ એ છે કે વરરાજા સાથે કોઈ નહાવા નિચોવાનો પણ સંબંધ ન હોય તેવી દોઢડાહી મહિલા કોઈની જાનમાં નવાં નકોર કપડાં પહેરીને રૂમલાયા કરે. કોઈ પૂછે કે તમે વરનાં શું સગાં છો તો એ ગપગોળો હાંકે કે `હું વરની ફઈ […]
મહેશ કિલ્લા એક વ્યવસાયી બિઝનેસમેન છે. તેમના પત્ની વિમલા વિશે તેમણે આલેખેલી કથા કાંઈક આવી છે ઃ ‘એ વખતે વિમલાની ઉંમર ૩૫ વર્ષની હતી. તા.૧૩મી ઑક્ટોબર ૧૯૯૪નો એ દિવસ હતો. અમે બધાં અમારા વતન રાજસ્થાનમાં લક્ષ્મણગઢ ખાતે રજાઓ ગાળવા ગયાં હતાં. નવરાત્રિના દિવસોમાં અમે આખુંયે પરિવાર લક્ષ્મણગઢ ખાતે ભેગાં થતાં. એક દિવસ સાંજે વિમલાને બેચેની […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel