Close
અન્ય લેખો | Comments Off on ”આપણા પ્રધાનો અને નેતાઓ સાદગી ને કરકસર અપનાવે

”આપણા પ્રધાનો અને નેતાઓ સાદગી ને કરકસર અપનાવે

”આપણા પ્રધાનો અને નેતાઓ સાદગી ને કરકસર અપનાવે

ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસે એટલે કે તા. ૧ મે, ૧૯૬૦ના રોજ અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજે આપેલું ઉદ્ઘાટન પ્રવચન અક્ષરશઃ નીચે પ્રમાણે છે. તે આપણે કેટલંર સાર્થક કર્યું છે તેનું પણ આત્મચિંતન કરવાનો આ સમય છે.  પૂજ્ય રવિશંકર મહારાજે કહ્યું હતું કે, :  ”આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. […]

Read more...

અન્ય લેખો | Comments Off on ડો. જીવરાજ મહેતાએ વાતો કરવાને બદલે સારો વહીવટ કર્યો

ડો. જીવરાજ મહેતાએ વાતો કરવાને બદલે સારો વહીવટ કર્યો

ડો. જીવરાજ મહેતાએ વાતો કરવાને બદલે સારો  વહીવટ કર્યો

તા.૧લી મે, ૧૯૬૦ના રોજ ડો. જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તા. ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૭ના રોજ અમરેલીમાં તેમનો જન્મ થયો હતો. અમરેલીમાં એક ટાવર ચોક છે. મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા હતા. મેટ્રિક પણ અમરેલીમાંથી જ થયા હતા. ત્યાર પછી વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા. ૧૯૦૪ની સાલમાં મુંબઈની મેડિકલ કોલેજમાં તેમણે […]

Read more...

અન્ય લેખો | Comments Off on વિદ્યાર્થીનું લોહીલુહાણ- મસ્તક થાળીમાં મૂકી વકીલોને બતાવ્યું

વિદ્યાર્થીનું લોહીલુહાણ- મસ્તક થાળીમાં મૂકી વકીલોને બતાવ્યું

વિદ્યાર્થીનું લોહીલુહાણ- મસ્તક થાળીમાં મૂકી વકીલોને બતાવ્યું

કોંગ્રેસ હાઉસની બાલ્કનીમાંથી છોડવામાં આવેલી ગોળીઓના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓનું લોહી રેડાયું. પોલીસના ગોળીબારથી બનાસકાંઠાથી આવેલા પૂનમચંદ નામના એક વિદ્યાર્થીની ખોપડી ઊડી ગઈ. તે ખોપડીના માંસના લોચા એક થાળીમાં મુકી કેટલાક વિદ્યાર્થીઓ કોંગ્રેસ ભવનની નજીક આવેલી વકીલોની ગુજરાત કલબમાં પહોંચી ગયા. પોલીસે છોડેલી થ્રી નોટ થ્રી ગોળીથી ઊડી ગયેલું વિદ્યાર્થીનું લોહીલુહાણ મસ્તક જોઈ વકીલોમાં ઉશ્કેરાટ વ્યાપી […]

Read more...

અન્ય લેખો | Comments Off on અમદાવાદમાં ‘જનતા કર્ફ્યૂ’ જોઈ વિશ્વ ચકિત થઈ ગયું

અમદાવાદમાં ‘જનતા કર્ફ્યૂ’ જોઈ વિશ્વ ચકિત થઈ ગયું

અમદાવાદમાં ‘જનતા કર્ફ્યૂ’ જોઈ વિશ્વ ચકિત થઈ ગયું

મહાગુજરાતની ચળવળનો ઈતિહાસ અનેક પ્રકારની નાટયાત્મક ઘટનાઓથી ભરપૂર છે. તેમાં સભાઓ છે, સરઘસો છે, પથ્થરમારો છે, ગોળીબાર છે, લોહીના ફુવારા છે, ઉપવાસ છે, સમાંતર સભાઓ છે અને જનતા કર્ફ્યૂ પણ છે.  જનતા કર્ફ્યૂ એક એવી ઘટના હતી જેની આખા વિશ્વએ નોંધ લીધી હતી. સામાન્ય રીતે તોફાનો ફાટી નીકળે ત્યારે પોલીસ કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ નાખી દે […]

Read more...

અન્ય લેખો | Comments Off on જવાહરલાલ નહેરુની જાહેર સભા સામે ઈંદુચાચાની સમાંતર સભા

જવાહરલાલ નહેરુની જાહેર સભા સામે ઈંદુચાચાની સમાંતર સભા

જવાહરલાલ નહેરુની જાહેર સભા સામે ઈંદુચાચાની સમાંતર સભા

એ વખતે વડા પ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુ હતા. તા. ૨-૧૦-૧૯૫૬ના રોજ કોંગ્રેસીઓએ અમદાવાદમાં પંડિત નહેરુની જાહેર સભાનું આયોજન કર્યું. તેની સામે મહાગુજરાતની માગણી કરી રહેલ જનતા પરિષદે અમદાવાદમાં સમાંતર જાહેર સભા યોજવાની જાહેરાત કરતાં વાતાવરણ તંગ થઈ ગયું. નહેરુની લોકપ્રિયતા પંડિત નહેરુની સામે જાહેર સમાંતર સભા કરવી તે નાનીસૂની વાત નહોતી. એ દિવસોમાં પણ […]

Read more...

અન્ય લેખો | Comments Off on મારા જીવતે જીવ મહાગુજરાત કદીયે થવા નહીં દઉં : મોરારજી

મારા જીવતે જીવ મહાગુજરાત કદીયે થવા નહીં દઉં : મોરારજી

મારા જીવતે જીવ મહાગુજરાત કદીયે થવા નહીં દઉં : મોરારજી

સમય બદલાઈ રહ્યો હતો. ગુજરાતમાં મહાગુજરાતના અલગ રાજ્ય માટેનું આંદોલન પરાકાષ્ઠાએ હતું. મોરારજીભાઈના દુરાગ્રહ છતાં પરંતુ ગુજરાતની ઠરતી આગ જોઈ કેન્દ્ર સરકાર ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવા હવે વિચારવા માંડયું હતું. જોકે, દ્વિભાષી રાજ્યના ચુસ્ત આગ્રહી મોરારજી દેસાઈએ એક તબક્કે એવું નિવેદન કર્યું કે, ”મારા જીવતે જીવ દ્વિભાષી રાજ્ય નહીં તૂટે. મારા મૃત્યુ બાદ […]

Read more...

અન્ય લેખો | Comments Off on પ્રજા પર ગોળીબાર કરતી વખતે ૩૦૩નો ઉપયોગ બંધ કરાવ્યો

પ્રજા પર ગોળીબાર કરતી વખતે ૩૦૩નો ઉપયોગ બંધ કરાવ્યો

પ્રજા પર ગોળીબાર કરતી વખતે ૩૦૩નો ઉપયોગ બંધ કરાવ્યો

મહાગુજરાતના પ્રણેતા  ઇન્દુલાલ યાજ્ઞિક.  ગુજરાતની નવી પેઢી તો શાયદ ઈંદુચાચાને ઓળખતી નથી. તેમનું આખું નામ ઈંદુલાલ યાજ્ઞિાક. આજે ગુજરાત એક અલગ રાજ્ય છે તે ઈંદુચાચાની દેન છે. પંડિત જવાહરલાલ નહેરુ ભારતના વડા પ્રધાન હતા ત્યારે મોરારજી દેસાઈ ગુજરાતના ‘સર્વોચ્ચ’ તરીકે જાણીતા હતા. તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રનું સંયુક્ત ‘દ્વિભાષી રાજ્ય’ રચવાનો દુરાગ્રહ રાખ્યો હતો. તેની સામે […]

Read more...

કભી કભી | Comments Off on એક વિદ્યાર્થિનીએ મને કહ્યું ‘હું તમારી ઉમા થઈ શકું

એક વિદ્યાર્થિનીએ મને કહ્યું ‘હું તમારી ઉમા થઈ શકું

એક વિદ્યાર્થિનીએ મને કહ્યું ‘હું તમારી ઉમા થઈ શકું

સ્નેહરશ્મિ.   ઝીણાભાઈ દેસાઈ વ્યવસાયે શિક્ષક, આચાર્ય, કાર્યકારી કુલપતિ અને કેળવણીકાર હતા પરંતુ હૃદયથી શ્રેષ્ઠ કવિ અને સંવેદનશીલ માનવી હતા. સી.એન. વિદ્યાવિહાર અમદાવાદના આચાર્ય તરીકે તરુણ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના હૃદયની સંવેદનાઓ જાણીને તેમના ઘડતરનું પણ શ્રેષ્ઠ કાર્ય કર્યું. ‘દીપ્તિ’ તેમના જ જીવન વૃતાંતમાં તેમણે લખેલા બે પ્રસંગ તેમના જ શબ્દોમાં : ”એક દિવસ આઠમી શ્રેણીમાં ભણતી એક […]

Read more...

કભી કભી | Comments Off on એક ઊર્મિશીલ- કવિનું તખલ્લુસ ‘સ્નેહરશ્મિ’ કેમ રાખવામાં આવ્યું

એક ઊર્મિશીલ- કવિનું તખલ્લુસ ‘સ્નેહરશ્મિ’ કેમ રાખવામાં આવ્યું

એક ઊર્મિશીલ- કવિનું તખલ્લુસ ‘સ્નેહરશ્મિ’ કેમ રાખવામાં આવ્યું

ઝીણાભાઈ દેસાઈ  ‘સ્નેહરશ્મિ.’ એક ઊર્મિશીલ કવિ હતા. બોલવામાં મૃદુ હતા. તેઓ બાલ્યાવસ્થાથી માંડીને મૃત્યુ સુધી સદાયે હસમુખા હતા. તેમની દુનિયા જ સ્નેહની હતી. તેમની આત્મકથા સ્વયં તેમનું જીવન સૌંદર્ય છે. એમનું વ્યક્તિત્વ વાત્સલ્યસભર હતું. તેમના ધર્મપત્ની વિજ્યાબહેન દેસાઈ એક શ્રેષ્ઠ નારી અને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ હતા. આવા કવિ ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ ‘સ્નેહરશ્મિ’ કેમ […]

Read more...

અન્ય લેખો | Comments Off on ધનતેરસની અંધારી રાત્રે હજારો મશાલો સાથે સરઘસ નીકળ્યું

ધનતેરસની અંધારી રાત્રે હજારો મશાલો સાથે સરઘસ નીકળ્યું

ધનતેરસની અંધારી રાત્રે હજારો મશાલો સાથે સરઘસ નીકળ્યું

દ્વિભાષી રાજ્યની રચનાનો અમલ થાય તે દિવસે, ‘વિરોધ દિન’ પાળવા જનતા પરિષદે હાકલ કરી અને ગુજરાતના એક છેડાથી બીજા છેડા સુધી આ સંદેશો ફેલાવ્યો. જનતા પરિષદે નક્કી કર્યું કે, દ્વિભાષી રાજ્યના પ્રારંભના દિવસે ધનતેરસના રોજ રાતના ‘મશાલ સરઘસ’ કાઢવું. કાળી ચૌદશના દિવસે હડતાળ અને રસ્તાઓ રોકવા, આંગણાઓમાં મહાગુજરાતનો નકશો દોરવો તેમજ રોશની કરવી નહીં તેમજ […]

Read more...