સર, મારું નામ સુનયના છે, પણ આજે હું તમને મારી નહીં, પણ મારી બહેનની વાત કરી રહી છું.’ એેણે સ્વસ્થતાથી શરૂ કર્યું. ‘મારી બહેનનું નામ સ્નિગ્ધા છે. તે મારાથી બે વર્ષ મોટી છે. મારે એક ભાઈ છે તે અમેરિકા સ્થિર થયો છે અને બધાં જ ખૂબ સારું ભણેલાં છીએ. પપ્પા એક બેન્ક મેનેજર હતા અને […]
ક હેવાય છે કે વિશ્વમાં પુસ્તકો મહાન છે અને પુસ્તકોમાં `મહાન દુનિયા’ છે. એક પુસ્તકની શું તાકાત છે તે જોવી હોય તો જાણી લો કે રશિયામાં જન્મેલા કાર્લ માર્કસ નામના લેખકે `દાસ કેપિટલ’ પુસ્તક લખ્યું અને તેમાંથી સામ્યવાદી વિચારધારાએ જન્મ લીધો. અલબત્ત, આપણે સામ્યવાદી વિચારધારા સાથે સંમત ન થઈએ પણ એક પુસ્તક એક રાજકીય વિચારધારાને […]
નેતાઓ ભાગ્યે જ અભિનેતા બનવાનું પસંદ કરે છે, પરંતુ અભિનેતાઓ ક્યારેક નેતા બનવાનું પસંદ કરે છે. અમેરિકાના જાણીતા અભિનેતા આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગરે રાજનીતિમાં આવી કેલિફોર્નિયાના ગવર્નર બનવાનું પસંદ કર્યું હતું. ગુજરાતના અભિનેતાઓ ગુજરાતના અભિનય સમ્રાટ તરીકે જાણીતા ઉપેન્દ્ર ત્રિવેદી અને રામાયણ ટીવી સીરીયલમાં રોલ કરનાર તેમના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ રાજનીતિમાં આવ્યા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતના […]
ભારતમાં એક જમાનામાં તક્ષશિલા અને નાલંદા જેવી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ હતી. આજે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની વાત કરવી છે. નોંધપાત્ર વાત એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૦૯૬માં થઈ હતી. આજે આ યુનિવર્સિટી એક વટવૃક્ષ છે. તેની સાથે સંકળાયેલી કૉલેજોના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૪૫૫ છે જ્યારે એકેડેમિક સ્ટાફની સંખ્યા ૬૯૪૫ છે. જાણવા જેવી વાત એ છે કે […]
એનું નામ આરતી છે. આખું નામ આરતી કુમારી છે. તે હજુ ખૂબ નાની છે. આરતી કુમારી ઝારખંડની કન્યા છે. સ્કૂલમાં ભણે છે. તે ગરીબ પરિવારમાં જન્મી છે અને ગરીબીમાં જ ઉછરી છે. બચપણમાં માનો પ્રેમ કદી ના મળ્યો. કોણ જાણે કેમ પરંતુ તેની મા રોજ તેને વઢતી. મારતી પણ હતી. વાત વાતમાં ગુસ્સો કરતી. તેઓ […]
સમ…સમ… વહી જતી રાત્રિ લગભગ અડધી મંજિલ વટાવી ચૂકી હતી. તારલિયાઓનો દરબાર ભરાયો હતો અને તેઓ ઝબકારા મારતાં સાંકેતિક વાતો કરી રહ્યા હતા. સિંહાસને બિરાજેલા પેલા ચંદ્રમા પરથી વાદળી ઝડપભેર પસાર થઈ રહી હતી. તમરાં સંગીત વહાવી જાણે સૌને રીઝવી રહ્યાં હતાં. રાત્રિના અંધકારમાં ઓગળી ગયેલું રામપુર ગામ પણ સ્તબ્ધ થઈ આ અલૌકિક મહેફિલમાં એકાકાર […]
એક પત્ર છે, આહવા- ડાંગથી. તે લખે છે ઃ ‘સર, હું વડોદરા રહી ભણું છું. પણ મારું વતન આહવા (ડાંગ) છે. મારી એક મિત્ર છે, તેનું નામ કામિની. હું અને કામિની એક જ સોસાયટીમાં રહીએ છીએ. પ્રાથમિક શાળામાં પણ અમે સાથે ભણતાં હતાં. અત્યારે વડોદરામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું. અમે હાઇસ્કૂલમાં પણ સાથે હતાં. કામિની […]
દેશને આઝાદ થયે ૭૫ વર્ષ પૂરાં થઈ ગયાં. આજે ભારત આઝાદીનો અમૃતકાળ ઊજવી રહ્યો છે. ભારત આઝાદ થયું તે પછી આજે વિશ્વનો એક શક્તિશાળી દેશ બન્યો છે. દુનિયાના દરેક દેશે કોઈ પણ બાબતમાં ભારત શું વિચારે છે અને ભારત શું કહે છે તે પર ધ્યાન આપવું પડે છે. ભારત હવે વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી […]
એઈડ્સ’ એક ખતરનાક રોગ છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના કે સમલૈંગિક અસુરક્ષિત શારીરિક સંબંધના કારણે થતો આ ચેપી રોગ છે, જેને એચઆઈવી પણ કહે છે. એક વાર એઈડ્સ થાય તે પછી માનવીની રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થઈ જાય છે. એઈડ્સ થવાનું એક બીજું કારણ બહારથી લેવામાં આવતું અને દર્દીને અપાતું ચકાસ્યા વગરનું લોહી પણ જવાબદાર છે. કેટલીક ધંધાદારી […]
૩૧મી ડિસેમ્બરની રાત્રે લોકો દારૂ પીને છાકટા ન બને તે માટે ગુજરાતમાં હજારોનાં પોલીસદળને એ રાત્રે તહેનાત કરવાં પડે છે. દિલ્હીમાં તો દારૂબંધી નથી. એક વર્ષ પહેલાં ૩૧મી ડિસેમ્બરની રાત્રે પાંચ દારૂ પીધેલા નબીરાઓએ સ્કૂટી પર જતી એક યુવતીને અડફેટે લીધી અને એ યુવતી ૭થી ૮ કિલોમીટર સુધી ઘસડાતી રહી. એ કમનસીબ યુવતીનો છૂંદાઈ ગયેલો […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel