લંડનની એક સાંજ. પિકાડિલી સર્કસ પાસેની એક પબની બહાર એક ખૂબસુરત યુવતી કોઈની રાહ જોતી ઊભી હતી. ઠંડી પણ જોર જમાવી રહી હતી. નેન્સી જ્યાં ઊભી હતી તેની આસપાસ કેટલીક નાઇટ ક્લબો હતી. એટલામાં નજીકના રોડની બાજુમાં એક યુવાન તેની સ્પોર્ટ્સ કારને પાર્ક કરી કાર લૉક કરી તે પિકાડિલી વિસ્તારની નાઇટ ક્લબ તરફ ચાલવા માંડયો. […]
ગુજરાતની શાળાઓમાં બાળકોને હવે શ્રીમદ ભગવદગીતાનું જ્ઞાન આપવામાં આવશે. ગુજરાત સરકારનો આ શ્રેષ્ઠ નિર્ણય છે. શ્રીમદ્ ભગવદગીતા જેવો શ્રેષ્ઠ આધ્યાત્મિક ધર્મગ્રંથ આ પૃથ્વી પર રચાયો નથી અને રચાશે પણ નહીં, કારણ કે શ્રીમદ ભગવદગીતા એ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને સહુ કોઈને આપેલો શ્રેષ્ઠ ઉપદેશ છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, `મને જ્યારે જ્યારે પણ […]
એ હતી મધ્યરાત્રિ. હરણિયું માથે આવ્યું હતું. સૂમસામ ગાડાવાટ અને લીલાછમ તૈયાર મોલવાળાં ખેતરો પર છવાયેલા અંધારપટને દૂર કરવા બીજનો ચંદ્ર વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. પેલી પાતળી પાતળી પણ પારદર્શક એવી રેશમી વાદળીઓ ઝડપથી દોડતી ઓતરાદી દિશા તરફ ભાગી રહી હતી અને ભાંગેલા હૈયા જેવો ચંદ્રમાં એથી ઊલટી દિશામાં જાણે કે તરી રહ્યો હતો. […]
એક શિક્ષક પોતાના વર્ષો પહેલાંના એક અલૌકિક અનુભવની વાત શરૂ કરે છે ઃ ‘ટ્રેન ઊપડવાને હજુ અડધા કલાકની વાર હતી. રાણકપુરની ટિકિટ કઢાવી કુલીને સૂચના આપી ઃ ‘જલદીથી અગિયાર નંબરના પ્લેટફૅર્મ પર ઉદેપુર મેલમાં સામાન ચઢાવી દે અને મારી જગા રાખજે. હું સિગારેટ લઈને હમણાં જ આવું છું.’ લાલ ઝભ્ભો અને લાલ ફેંટો એની જવાનીની […]
તા.૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય ઉદઘાટન મહોત્સવ છે. ભગવાન શ્રીરામ દેશમાં વિદેશોમાં વસતા ૧૦૦ કરોડ હિંદુઓના આરાધ્ય દેવ છે. રૂ.૧૮૦૦ કરોડના ખર્ચે બનેલા રામમંદિરના સંદર્ભમાં અયોધ્યાનો ઇતિહાસ નવા રામમંદિરની ખૂબીઓ અને ભગવાન શ્રીરામ તથા રામાયણના સંદર્ભમાં કેટલીક વાતો અહીં પ્રસ્તુત છે. `રામાયણ’ અને `મહાભારત’એ દિવ્ય ગ્રંથો દેશના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વારસાની […]
વૈશાખ વદ તેરસનું અંધારું સીમ પર સવાર હતું. ગામમાં મોટા ભાગના લગ્ન પતી ગયાં હોવા છતાં હજુયે વિવાહનાં ઢોલ ઢબૂકતાં હતાં. આથમણા ખૂણાથી ઊપડેલા પવનની લહેરોમાં શરણાઈનો સ્વર છેક રામાના આંબાવાડિયા લગી સંભળાતો હતો. કેરીઓના ભારથી લચી પડેલા આંબાની રખવાળી માટે આંબાવાડિયામાં જ ખાટલી ઢાળીને સૂતેલા રામાના ભઈબંધો રોજ મોડી રાત સુધી ચલમોના દમ મારતા […]
દિલ્હીની માલવીય નગર હાઈસ્કૂલ. આ સ્કૂલમાં બે શિક્ષિકાઓ વિદ્યાર્થીઓને ભણાવવાનો વ્યવસાય કરતી હતી. એકનું નામ રાજમોહિની મહેતા અને બીજીનું નામ નિર્મલા પંત. રાજમોહિની મહેતા અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી મહિલા હતી. સુંદર અને એક સીમા સુધી ભાવુક પણ હતી. શેરોશાયરીની શોખીન પણ હતી. લગભગ ચારેક વર્ષ પહેલાં તેના લગ્ન વિનોદ મહેતા નામના એક યુવક સાથે થયાં […]
તા.૧૫મી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. આ સંદર્ભમાં સરદાર સાહેબના જીવનની અને તેમના પુત્રી મણિબહેન પટેલની કેટલીક વાતો અહીં પ્રસ્તુત છે. સરદારનાં પુત્રી મણિબહેન પટેલના અવસાનને વર્ષો થઈ ગયાં. છેલ્લે છેલ્લે ભદ્રમાં આવેલા સરદાર કોંગ્રેસ ભવનના પગથિયા ચડતાં ઘણાએ જોેયા હશે. આ દેશ જેમને કદી ભૂલી શકે તેમ નથી તેવા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન […]
વિનમ્ર નાશિકમાં રહે છે. નોકરી છે. મિત્રો સાથે રહે છે. એક દિવસ અપોઇન્ટમેન્ટ નક્કી કરી ‘સંદેશ’ અખબારના કાર્યાલય પર આવે છે. યુવાન છે, હસમુખો છે, પરંતુ ચહેરા પર દર્દ હામી થયેલું જણાય છે. તે કહે છે ઃ ‘મારા પિતા અને મારા મમ્મી શોભનાબહેનના લગ્ન થયા પછી બેઉ વચ્ચે પહેલેથી જ મેળ નહોતો, ગમે તે કારણસર […]
૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાઓનાં ચૂંટણી પરિણામો આવી ગયાં. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાનો ભવ્ય વિજય થયો. હિન્દી બેલ્ટમાં ભાજપાનું વર્ચસ્વ વધ્યું. કોંગ્રેસે ફક્ત એક જ રાજ્ય તેલંગાણા મેળવ્યું અને બે રાજ્યો ગુમાવ્યાં. દેશનાં ૧૨ રાજ્યોમાં હવે ભાજપાની સરકાર છે જ્યારે કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ જ રાજ્યોમાં સત્તા છે. લાગે […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel