અમેરિકાના ગ્રીન વીલા નામના એક નાનકડા ટાઉનની આ વાત છે. આ ટાઉનમાં જેક અને જીના નામનાં બે દોસ્ત નજીક નજીકમાં રહેતાં હતાં. બંને ખૂબ જ નિકટનાં મિત્ર હતાં. બચપણથી સાથે જ મોટાં થયા હતાં. સાથે જ ભણતાં અને સાથે જ રમતાં હતાં. જેક રૂપાળો છોકરો હતો અને જીના પણ અત્યંત સ્વરૂપવાન છોકરી હતી. તેઓ રોજ […]
આજે `ફાધર્સ ડે’ છે. એક ઉક્તિ છે: `કોઈ પણ માણસ બાપ બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે!’ એવી જ બીજી એક ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે એક દિવસ તેમનો દીકરો તેમની સલાહને નહીં પરંતુ તેમના દૃષ્ટાંત રૂપ જીવનને અનુસરશે.’ જ્હોન સ્કીલર કહે છે: `મા […]
તાજેતરમાં જ ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ ગયો. દર ફેબ્રુઆરીનો બીજો સોમવાર ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ તરીકે મનાવવામાં આવે છે. તેનું નામ હવે ‘વર્લ્ડ મેરેજ ડે’ છે. ભારતવર્ષમાં લગ્નને માત્ર ભૌતિક સંબંધ જ નહીં પરંતુ પવિત્ર બંધન ગણવામાં આવે છે. વર-વધૂ અગ્નિની સાક્ષીએ યજ્ઞકુંડની આસપાસ જે સાત ફેરા ફરે છે તેને ‘સપ્તપદી’ કહેવામાં આવે છે, જેમાં વધૂ તેના […]
તા જેતરમાં જ `વર્લ્ડ સિનેમા ડે’ ગયો, પરંતુ હવે પ્રણાલિકાગત સિનેમા થિયેટરોની ઝાકઝમાળ અસ્ત થઈ રહી છે. શહેરો વિકસી રહ્યાં છે, પરંતુ તેનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. આજે વાત છે અમદાવાદ શહેરનાં છબીઘરોની. એક જમાનામાં આ શહેર જેટલું કાપડની મિલો માટે જાણીતું હતું તેટલું જ સિનેમા થિયેટરો માટે પણ જાણીતું હતું. વાત રેલવે સ્ટેશન […]
ભારત, નેપાળ, તિબેટ અને કેટલાક અન્ય દેશોમાં રહેતા લોકોનું માનવું છે કે `હિમ માનવી’ એટલે કે `યેતિ’ નામની કોઈ વ્યક્તિ આજે પણ હિમાલયમાં છુપાયેલી છે. હિમ માનવીને અંગ્રેજીમાં `સ્નોમેન’ અથવા `આઈસમેન’ કહે છે. એને માનવીની જ એક પ્રકારની નસ્લ માનવામાં આવે છે કે જે બર્ફીલી ગુફાઓમાં રહે છે. તે હિમ માનવીને કોઈનોય ડર નથી. હિમ […]
વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ લિખિત અનુભૂતિ પુસ્તક તાજેતરમાં જ પ્રગટ થયું છે. નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તક કુલ ૫૭ પ્રકરણો ૨૫૮ પાનાઓ પર વિસ્તારાયેલાં છે. લેખકની જીવનકથા નહીં, પણ જીવનની અનુભૂતિની કથા છે. અરવલ્લીના અંતરિયાળ ગામડાનો એક ગ્રામીણ છોકરો કે જેને અભ્યાસકાળ દરમિયાન બે-બે શાળાઓમાંથી ‘બેડ બોય’ કહી હાંકી કાઢવામાં આવ્યો […]
યુદ્ધ કદી શાંતિ લાવતું નથી. રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને બે વર્ષ કરતાં પણ વધુ સમય થયો. આ યુદ્ધના કારણે બે લાખ લોકોનાં મોત નીપજ્યાં છે છતાં આ યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલના બોમ્બમારાના કારણે એકલી ગાઝા પટ્ટી પર ૩૦ હજાર લોકોનાં મોત નીપજ્યાં […]
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના કટ્ટર વિરોધી અને વિપક્ષના નેતા નવેલનીનું રશિયાની જેલમાં જ મૃત્યુ નિપજ્યું છે. તેઓ લાંબા સમયથી જેલમાં હતા. રશિયાની યમાલા-નેનેટ્સ જેલના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેમની તબિયત સારી નહોતી. જુલાઈ, ૨૦૧૯માં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ પુટિન સામે મોટા વિરોધની અને પ્રદર્શનની જાહેરાત કરી હતી. તેઓ લાંબા સમયથી પુટિનના […]
કેટલાક સમય પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક બ્રાઝિલિયન નાગરિક અન્ટોનિયો પાસેથી રૂ.૩૩ કરોડનું ત્રણ કિલો બ્લેક કોકેન ઝડપાયું હતું. આ શખ્સ સાઉપાઉલો એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. તેની પાસેથી ઝડપાયેલા કોકેનમાં અન્ય રસાયણો પણ મિશ્રિત કરાયાં હતાં. દર થોડા થોડા દિવસોના અંતરે ગુજરાત-કચ્છના દરિયાકિનારેથી અન્ય દેશોમાંથી આવતી હોડીઓમાંથી કરોડોના ડ્રગ્સનો […]
લંડનની એક સાંજ. પિકાડિલી સર્કસ પાસેની એક પબની બહાર એક ખૂબસુરત યુવતી કોઈની રાહ જોતી ઊભી હતી. ઠંડી પણ જોર જમાવી રહી હતી. નેન્સી જ્યાં ઊભી હતી તેની આસપાસ કેટલીક નાઇટ ક્લબો હતી. એટલામાં નજીકના રોડની બાજુમાં એક યુવાન તેની સ્પોર્ટ્સ કારને પાર્ક કરી કાર લૉક કરી તે પિકાડિલી વિસ્તારની નાઇટ ક્લબ તરફ ચાલવા માંડયો. […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel