એર ઈન્ડિયાની ફ્લાઇટ હવે ૪૦ હજાર ફિટના ઑલ્ટિટયૂડ પર હતી. બારીની બહાર માઇનસ ફોર્ટી ડિગ્રીના તાપમાન સાથે હજી ઉજાસ થતાં પ્લેન શાયદ તહેરાન પરથી ઊડી રહ્યું હતું. પ્લેનની બત્તીઓ બુઝાવી દેવામાં આવી હતી. મોટાભાગના ઉતારુઓ ઊંઘી ગયા હતા. પરંતુ સાક્ષી હજી જાગતી હતી. એ બંધ આંખોની ભીતર મનને મનાવી શકતી નહોતી. એને એનો એ જ […]
રમ્યા એક અત્યંત રૂપાળી યુવતી છે. તેનાં લગ્ન મુંબઈના શાર્દૂલ નામના એક યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની બેઉ ખુશ હતાં. રમ્યા ૨૮ વર્ષની થઈ ત્યાં સુધીમાં તે બે બાળકોની માતા બની હતી. બે સંતાનોની માતા બન્યા બાદ પણ તે ખૂબસૂરત લાગતી હતી. તેનો પતિ શાર્દૂલ એક કંપનીમાં નોકરી કરતો હતો. રમ્યા તેના નામ […]
એક વાર પરમ જ્ઞાની રઘુરામ પરચુરે શાસ્ત્રી ઈશ્વરની ખોજમાં હિમાલયની તળેટીમાં બનેલી એક કુટિયામાં પહોંચ્યા. અહીં મહાયોગી આચાર્ય સત્યવ્રત રહેતા હતા. નવા આગંતુકને જોઈ આચાર્યએ પૂછયું ઃ ‘આપનો પરિચય?’ રઘુરામ પરચુરે શાસ્ત્રીએ પોતાના પરિચય આપતા કહ્યું ઃ ‘આચાર્યવર મારું નામ મહામહોપાધ્યાય મહાપંડિત રઘુનાથ પરચુરે શાસ્ત્રી વિદ્યાવાચસ્પતિ છે.’ આ શબ્દો સાંભળ્યા બાદ આચાર્યે હસીને કહ્યું ઃ […]
એનું નામ છે અનિતા. લોકો એને ‘હની ગર્લ’ તરીકે ઓળખે છે. વિશ્વની જાણીતી સંસ્થા યુનિસેફએ તેને સુપર સ્ટાર ગર્લ તરીકે પસંદ કરી કેલેન્ડરમાં તેને પ્રથમ સ્થાન આપ્યું છે. અનિતા સ્ત્રી સશક્તીકરણનો પર્યાય બની ગઈ છે. તેનો જન્મ મુઝફ્ફરનગરના નાનડા ગામમાં રહેતા એક મજદૂર પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ જનાર્દનસિંહ. પછાત જાતિમાં જન્મેલી અનિતા કુશવાહા […]
સિમોન બાઇલ્સ. સિમોન બાઇલ્સ તે એક જિમ્નાસ્ટ છે. સિમોનને તેની માતાનો વ્યવહાર વિચિત્ર લાગતો હતો. મા તેના બાળકોને કોઈ પ્રેમ કરતી નહોતી. બીજી માતાઓની જેમ તેની માતા રસોઈ પણ બનાવતી નહોતી. બાળકોની દેખરેખ પણ રાખતી નહોતી. કેટલાયે દિવસો સુધી બહાર રહેતી. ઘેર જ આવતી નહોતી અને જ્યારે પણ ઘેર આવે ત્યારે તેની હાલત બરાબર હોતી […]
પાશ્ચાત્ સંસ્કૃતિએ જે શ્રેષ્ઠ દાર્શનિકો આપ્યા તેમાં પ્લેટો એક હતા. તેઓ સોક્રેટિસના શિષ્ય અને એરિસ્ટોટલના ગુરુ હતા. પ્લેટોનો જન્મ ઈ.સ. પૂર્વે ૪૨૮ અથવા ૪૨૭માં ગ્રીસમાં એથેન્સ ખાતે થયો હતો. તેમનાં માતાનું નામ પેરક્ટીઓન અને પિતાનું નામ એરિસ્ટોન હતું. તેમનું નામ તેમના દેખાવના આધારે પાડવામાં આવ્યું હતું. વિશાળ છાતી, ખભા અને વિશાળ લલાટ હોવાના કારણે તેમને […]
રૂપા. તે આ દેશની દીકરી છે, સેલિબ્રિટી છે. કોઈએ એસિડથી તેનો ચહેરો વિકૃત કરી નાખ્યો હતો. તેના જીવનની કથા પ્રેરણાદાયી છે, તે નારી શક્તિ એવોર્ડ વિજેતા છે. તેનો જન્મ ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં થયો હતો. બચપણમાં જ તેની માતાનું અવસાન થઈ ગયું હતું. પિતાએ બીજું લગ્ન કરી લીધું. ઓરમાન માતાને રૂપા પસંદ નહોતી. વારંવાર […]
હેલી બેરી. વિશ્વભરમાં પ્રસિદ્ધ આ અભિનેત્રી ઑસ્કાર એવોર્ડ વિજેતા છે. અમેરિકાના ઓહાયો પ્રાંતમાં જન્મેલી હેલીનું બચપણ અનેક મુશ્કેલીઓથી ભરેલું હતું. તેની માતા શ્વેત અને પિતા અશ્વેત હતા. પરિવારની ભીતર જાતિવાદી ભાવનાનું ભયંકર સ્વરૂપ એણે નિહાળ્યું હતું. તેની માતા જૂડિથ શ્વેત મહિલા હતી જ્યારે પિતા જિરોમ અશ્વેત હતા. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ થોડા દિવસ […]
તાલિબાનો જગત આખાને ડરાવી રહ્યા છે. અલ કાયદા વિશ્વને ડરાવી રહ્યું છે. આઇએસ દુનિયાભરમાં ખોફ પેદા કરી રહ્યું છે. પાકિસ્તાનમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર છે તેવી વાત તે કરનાર મલાલા નામની એક મુસ્લિમ કન્યા પર ગોળીઓ છોડવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં હજુય તાલિબાનોનો પ્રભાવ છે. તાલિબાનો ગીત-સંગીતની વિરુદ્ધ છે. રેડિયો અને ટેલિવિઝન પર કોઈ મુસ્લિમ બાળા કોઈ […]
આ દીકરીનું નામ ક્રિસ્ટિના છે. આખું નામ ક્રિસ્ટિના લક્ષિતકુમાર સાવલિયા છે. તે ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. તે આઠ વર્ષની છે. બચપણથી જ તેને સાપ સાથે દોસ્તી કરવાનો શોખ છે. આવી નાનકડી દીકરીને હાથમાં સાપ સાથે જોવી તે એક આૃર્યજનક ઘટના છે. બાળપણથી જ વિવિધ સ્થળે નીકળતા અવનવા સાપને પકડીને તેને પ્રેમથી […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel