હજારો વર્ષો પુરાણી ગ્રીક દંતકથાઓમાં કેટલીક `ગોડેસ ઓફ બ્યુટી’ અર્થાત્ સુંદરતાની દેવીઓનો ઉલ્લેખ છે અને તે દરેકની આગવી કથા છે. તેમાં સહુ પ્રથમ એફ્રોદિતીનો ગોડેસ ઓફ બ્યુટી તરીકે ઉલ્લેખ છે. ગ્રીક દંતકથા પ્રમાણે એફ્રોદિતીને પ્રણય, સૌંદર્ય, આનંદ અને કામક્રીડાની દેવી ગણવામાં આવે છે. તે યુરેનસ અર્થાત્ જ્યુસ નામના દેવની પુત્રી હતી. ગ્રીક દંતકથા પ્રમાણે જ્યુસના […]
વીસમી સદીના મહાન દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિ આજે ભુલાઈ ગયેલું નામ છે તા.૧૫ મે, ૧૮૯૫ના રોજ મદ્રાસ અને બેંગ્લુરુ વચ્ચે આવેલા મદનાપલ્લી ગામમાં જન્મેલા કૃષ્ણમૂર્તિના દાદા સંસ્કૃતના વિદ્વાન હતા. માતા કૃષ્ણભક્ત, ધર્મપરાયણ અને મૃદુ સ્વભાવના હતાં. સાડા દસ વર્ષની વયે તેમનાં માતા મૃત્યુ પામ્યાં. કૃષ્ણમૂર્તિ સતત મેલેરિયાથી પીડાતા હતા. લાંબું જીવે તેવી આશા નહોતી. રોજ શાળાએ જઈ […]
ગઈ તા. ૪ ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ કેન્સર દિન’ હતો. આ દિવસે શહેરમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો યોજાયા. કેન્સર સામે લડીને વિજેતા બનેલા કેન્સર સર્વાવઇર્સ સાથેના સ્નેહમિલન પણ યોજાયા. કેન્સરથી મૃત્યુ જ આવે છે તેવું હવે રહ્યું નથી. પરંતુ કેન્સર સામે લડીને કેન્સર સામેનો જંગ જીતી પણ શકાય છે. આમ છતાં અત્રે અહીં […]
એક પત્ર ‘સંદેશ’ કાર્યાલય પર ‘કભી-કભી’ કક્ષ માટે આવે છે. લખનારનું નામ પ્રણવ છે. તે લંડનમાં રહે છે. પ્રણવ લખે છેઃ ‘અમે લંડનમાં સ્થાયી થયાં છીએ. એ વખતે હું અપરિણીત હતો. મારી બહેન નિધિની સગાઈ માટે અમે ઈન્ડિયા આવ્યાં હતાં. મારાં મમ્મી-પપ્પા પણ સાથે હતાં. એક સાદગીભર્યા સમારંભમાં મારી બહેનની સગાઈ થઈ. એ વખતે સામે […]
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ. કેટલાંક વર્ષો પહેલાં સુરભિ અને આકાશ કૉલેજમાં એક જ ક્લાસમાં હતાં. સુરભિનું આખું નામ સુરભિ શાહ હતું. તે ગુજરાતી યુવતી હતી. આકાશ જૈન મારવાડી યુવક હતો. કૉલેજમાં તેમને એક ત્રીજો મિત્ર પણ હતો. તેનું નામ ધ્વનિત. આ ત્રણેય પાક્કાં દોસ્ત. કૉલેજમાં ચર્ચાનો વિષય હતો કે, સુરભિ કોને પરણશેઃ આકાશ જૈનને કે […]
નેતાઓના આક્ષેપો, પ્રતિઆક્ષેપો, ગાળાગાળી અને ઝેર ઓકતાં ભાષણોથી કંટાળ્યા હોવ તો ચાલો, આજે તમને એક એવી વ્યક્તિનું ભાષણ સંભળાવીએ કે જે રાજકારણી નથી, ઉમેદવાર નથી, સત્તાકાંક્ષી નથી અને તેને કદીયે ચૂંટણી લડવાની ઈચ્છા નથી. એ છે શકીરા. એક ખૂબસૂરત પોપસિંગર અને નર્તકી. આખું નામ છેઃ ઇઝાબેલ મેબારક રિપોલ શકીરા, પણ આખી દુનિયા તેને માત્ર શકીરાના […]
કેટલીક વ્યક્તિઓ કોઈને કોઈ રહસ્યમય કારણસર દંતકથા બની જાય છે. તેમના મૃત્યુ પછી પણ વર્ષો સુધી જેને યાદ કરે તે જ સાચું અમરત્વ છે. હોલીવુડની અભિનેત્રી મેરિલિન મનરો જેટલી સુંદરતા ધરાવતું અપ્રતિમ સૌંદર્ય આજ સુધી વિશ્વની કોઈપણ અભિનેત્રીને પ્રાપ્ત થયું નથી. તે જેટલી સુંદર હતી તેટલું જ જટિલ વ્યક્તિત્વ અને એટલું જ રહસ્યમય તેમનું મૃત્યુ […]
૧૯૮૫ની નાતાલની આ વાત છે. અમેરિકાના નેબ્રાસ્કા વિસ્તારમાં ચેસ્ટર પાસે એક ગામ ઠંડીમાં ધ્રૂજી રહ્યું હતું. તા.૨૪મી ડિસેમ્બરની એ રાત હતી. ચેસ્ટરમાં રહેતો ચાર્લ્સ ક્લેવલેન્ડ રાત્રે દસેક વાગ્યે એની ટ્રક લઈને ઘર તરફ આવી રહ્યો હતો. જલદી પહોંચી જવાય એટલે તેણે ટૂંકો પણ નિર્જન રસ્તો લીધો. ટ્રકના તેજલિસોટા ગાઢ ધુમ્મસને ચીરીને આગળ વધી રહ્યા હતા […]
ડુંગરપુર રાજસ્થાનનું એક રળિયામણું શહેર છે. અહીં દૂર દૂરની ટેકરીઓ પર ગરીબ પ્રજા નાનકડાં ઘર બનાવીને રહે છે. એવી જ એક ટેકરી પર સીતા એની મા સાથે રહેતી હતી. ટેકરીની નીચે દોઢેક વીઘા જમીન અને કૂવો હતાં. સીતાને પિતા નહોતા. એની મા ખેતરમાં બાજરી વાવતી. કૂવાના કિનારે રાતરાણી પણ વાવી હતી. રાતના સમયે આખોયે વિસ્તાર […]
વિભાવરી એક અધ્યાપિકા છે. એક સુપ્રસિદ્ધ કૉલેજમાં હિન્દી ભણાવે છે. બિનગુજરાતી હોવા છતાં સુંદર ગુજરાતી બોલે છે. એટલું જ સરસ લખે છે. ગદ્ય અને પદ્ય બેઉ પર તેમની પક્કડ છે. કવિતાઓ અને શાયરી પણ લખે છે. તે એમનો નિજી શોખ છે. એક મુશાયરામાં વિભાવરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં મોટે ભાગે બહુ જાણીતા નહીં એવા […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel