ઈસુના જન્મ પૂર્વે ૯૬૦-૯૨૨ સુધીનો કાળ રાજા સોલોમનનો હતો. એના રાજ્યનું નામ ઇઝરાયેલ હતું. જેરૂસલેમ તેનું પાટનગર હતંુ. તે કિંગ ડેવિડનો પુત્ર હતો. એક રાત્રે યહૂદીઓના દેવ યહોવાહે રાજા સોલોમનને સાક્ષાત્કાર આપી કહ્યું, “માંગ સોલોમન! હું તને શું આપું?” રાજા સોલોમન ડાહ્યો માણસ હતો. એણે વિનમ્રતાથી કહ્યું, “હે ભગવાન! પૃથ્વીની રજ જેટલા અસંખ્ય લોકોનો તેં […]
નવી દિલ્હી હવે કેટલાક નેતાઓના જ સ્મારકોની નગરી બની રહી છે કેમ ? દેશની રાજધાની નવી દિલ્હીનું સ્વરૂપ બદલાતું જાય છે. મંત્રીઓ અને નવા ચૂંટાયેલા સાંસદો માટે બંગલા ઓછા પડે છે. સિનિયર સાંસદોને બંગલા મળે છે. નવા સાંસદોને ફ્લેટ્સ મળે છે. કેટલાક સાંસદો હારી ગયા પછી પણ તેમને અપાયેલા બંગલા ખાલી કરતા નથી. તેઓ એ બંગલાઓને પોતાની […]
રચના. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ માંગરૌલીમાં રહેતા હાકિમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકિમસિંહની પડોશમાં રામસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાાતિના હતા. એક દિવસ રામસિંહના સાળાનો પુત્ર રામેશ્વર ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી રચનાને જોઈ અને તે તેનાથી આર્કિષત થઈ ગયો. એ જ રીતે રચના […]
અખિલેશ પોલ. એ કહે છે : “એ દિવસોમાં હું આખો દિવસ મોજમસ્તીમાં પસાર કરી દેતો હતો. એ વખતે હું ફક્ત ૧૪ વર્ષનો હતો. અમે નાગપુરની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મારાં માતા-પિતા આખો દિવસ મજૂરી કરીને ઘર ચલાવતાં હતાં. જ્યારે હું મહોલ્લાના છોકરાઓ સાથે અહીં-તહીં રખડયા કરતો હતો. અમારી વસતીમાં બાળકો સ્કૂલમાં જતાં જ નહોતાં. એ […]
એ નું નામ સવિતા એહારવર.તે ૧૪ વર્ષની હતી. સવિતા તેનાં માતા-પિતા સાથે દિલ્હી નજીક ગુડગાંવમાં રહેતી હતી. ગઈ તા. ૧૬મી નવેમ્બરે, ૨૦૧૪ના રોજ તે ગુમ થઈ ગઈ. તેની માતાનું નામ ઉમિદા છે. તે ૪૮ વર્ષની વયની છે. તેની દીકરી સવિતા ટયૂશનમાં જતી હતી. એ દિવસે તે ટયૂશનમાં ગઈ પછી ઘેર જ ના આવી. તે સીધી ટયૂશનવાળી શિક્ષિકાને […]
ઘવામી ધોનચેહ” એક ર્પિસયન નામ છે. તે એક સુશિક્ષિત યુવતી છે. તે કહે છે : “મારો ઉછેર બ્રિટનમાં થયો છે. મારાં માતા-પિતા ઈરાનથી આવેલા છે. મારી પાસે ઈરાન અને બ્રિટન એ બંને દેશોનું નાગરિકત્વ છે. બચપમાં મેં મારાં મમ્મી-પપ્પા પાસેથી ઈરાન વિશે ઘણું બધું સાંભળ્યું હતું. મારા પપ્પા અવારનવાર તેમના દેશ ઈરાનને યાદ કરતા હતા. […]
ઈસુના જન્મનાં અડતાલીસ વર્ષ પહેલાંની વાત છે. મિસર એટલે કે આજના ઇજિપ્તના રાજા એવિલ્ટીઝનો દેહાંત થયો. સિંહાસન પ્રાપ્ત કરવા માટે બે સગાં ભાઈ-બહેન વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. ભાઈ તેર જ વર્ષનો હતો. તેનું નામ ટોલોમી. બહેન વીસ વર્ષની હતી,તેનું નામ ક્લિયોપેટ્રા. મિસરના દરબારીઓ એક સ્ત્રીના હાથમાં સત્તાનું સુકાન સોંપવાના પક્ષમાં નહોતા, એટલે ક્લિયોપેટ્રા રાણી બની […]
બોલિવૂડ મરાઠા ઈતિહાસની સુપ્રસિદ્ધ પ્રણયકથા ‘બાજીરાવ મસ્તાની’પર ફિલ્મ બનાવી રહી છે. પ્રિયંકા ચોપડા મસ્તાનીનો રોલ અદા કરશે. મરાઠા ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે. બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની […]
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતી દેશભરમાં ઊજવવામાં આવી રહી છે. નહેરુ યુગ આજે રહ્યો નથી,પરંતુ ભારતની રાજનીતિના ઇતિહાસમાં નહેરુ એક કેરિશ્મેટિક પ્રતિભા હતા. નહેરુનાં પ્રવચનો સાંભળવા અને જોવા લોકો બળદગાડાં જોડી માઈલો દૂર સભા સ્થળે જતાં હતાં. ખુદ ગાંધીજી પણ નહેરુના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. લોર્ડ માઉન્ટ બેટનનાં પત્ની પણ નહેરુના પ્રેમમાં પડી […]
(ગતાંકથી ચાલુ) એ વખતે મધ્યરાત્રિ હતી. ક્વીન નિલેફર તેના પ્રેમી ત્રેનેહની સાથે તેના મહેલમાં હતી. ઊંટની ઘંટડીઓ સાંભળી તે ચોંકી ગઈ. ફેરોએ રાજધાની પહોંચતાં જ સૌથી પહેલાં રાણી નિલેફરના મહેલમાં પ્રવેશ કર્યો. અંગરક્ષકોને બહાર જ ઊભા રહેવાની સૂચના આપી. ફેરો સખત રીતે ઘવાયેલો હતો. છાતી પરના ઘાને દબાવી રાખી ફેરો રાણીનાં અંગત કક્ષમાં પ્રવેશ્યો. એ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel