એ નું નામ શ્રદ્ધા છે. તે શાયદ પન્નાલાલ પટેલના વતન માંડલી જેવા એક સાવ નાનકડાં ગામમાં જ જન્મેલી છે. ભણવાની ખૂબ તમન્ના હતી પરંતુ સંજોગોના કારણે તે માત્ર ૧૦માં ધોરણ સુધી જ ભણેલી છે. એણે યુવાની હજુ હમણાં જ વટાવી છે. હવે તે પરિણીત છે. તે પહેલાં એટલે કે કૌમાર્યાવસ્થામાં કોઈ આધેડની બૂરી નજરથી દાઝેલી છે. એના […]
આતંકવાદનો એક ડરામણો ચહેરો દુનિયાને ધ્રુજાવી રહ્યો છે, અને તેનું નામ છેઃ ”જેહાદી જ્હોન” સૌથી પહેલાં ગયા ઓગસ્ટમાં અમેરિકન પત્રકાર જેમ્સ કોલીને બંધક બનાવી તેનું માથું કાપતો વીડિયો જારી કર્યો. તે પછી બીજા અમેરિકન પત્રકાર સ્ટીવન જે. સોટલોફ, અને બ્રિટિશ એઈડ વર્કર ડેવીડ કોથોન તથા બ્રિટિશ ટેક્સી ડ્રાઈવર એલન હેનિંગના ગળા કાપતો વીડિયો જારી કરી પશ્ચિમના દેશોને ડરાવી દીધા. ગયા […]
તા.૨૯ ફેબ્રુઆરીએ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો જન્મ દિવસ છે. આ તારીખ ચાર વર્ષે એક જ વાર આવે છે. એક ગુજરાતી અને અનેક લાક્ષણિકતાઓ ધરાવતા પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈના જીવનનો આ પ્રસંગ છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં કોઈ ગુજરાતીને દેશના વડા પ્રધાન બનવાનું માન પ્રાપ્ત થયું હોય તો તે મોરારજીભાઈ દેસાઈ હતા. […]
ટૂંકી વાર્તાઓના લેખનમાં અમેરિકન લેખક ઓ. હેન્રીનું નામ આટલાં વર્ષો બાદ પણ આદરથી લેવાય છે. દરેક કથાના અંતે એક ચમત્કૃતિ લાવવા માટે જાણીતા ઓ. હેન્રીની ‘ધ લાસ્ટ લીફ’ વાર્તા સૌથી વધારે પોંખાયેલી કૃતિ છે. ‘ધ લાસ્ટ લીફ’ની કથા કંઈક આ પ્રમાણે છેઃ એક જૂના ગ્રીનવીચ વિલેજની એક આગવી ઓળખ હતી. આ ગામમાં દેશ અને દુનિયામાંથી કલાકારો અને ચિત્રકારો […]
ગ્લેબ એક રશિયન બાળકનું નામ છે. તેનું આખું નામ ગ્લેબ કુડ્રિઆવત્સેવા છે. તેની ઉંમર હજુ બે જ વર્ષની છે. આ બાળકનો જન્મ મોસ્કોમાં થયો છે. તેની માતાનું નામ નેલી કુડ્રિઆવત્સેવા છે. નેલી કહે છે : “મારો પુત્ર છ મહિનાનો થયો ત્યારે જ તેના સ્વાસ્થ્યમાં મને ગરબડ જણાઈ હતી. તેના પેટ પર સોજો આવી જતો હતો. […]
ચંદ્રમોહન શર્મા. તે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો. દિલ્હી-નોઈડા વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે કબજો જમાવનાર માફિયાઓની વિરુદ્ધ તેણે અનેક આરટીઆઈ દાખલ કરી હતી. ૩૦૦થી વધુ આરટીઆઈ દાખલ કરનાર ચંદ્રમોહન શર્મા સમાજસેવક તરીકે પણ જાણીતો હતો. આ કારણે તેના અનેક દુશ્મનો પણ હતા. ૩૦ એપ્રિલ, ૨૦૧૪ના રોજ ચંદ્રમોહન શર્મા નોઈડાના એક પોલીસ સ્ટેશને પહોંચ્યો. એણે પોલીસને જાણકારી આપી […]
૨૧મી સદીમાં પણ કેટલાક દેશોમાં રાજાશાહી છે. વિશ્વમાં આજના રાજકારણીઓને જોતાં કેટલાકને એવું પણ લાગે છે કે, આજના રાજકારણીઓ કરતાં ઘણા રાજાઓ વધુ સારા અને પ્રજાવત્સલ હતા. વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં લોકશાહી ના હોવા છતાં લોકો સુખ ચૈનથી જિંદગી બસર કરે છે. આવો એક દેશ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાને પોતાની આગવી સમૃદ્ધિ […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ પચાસ વર્ષ પહેલાં એક એવી ઘટના ઘટી કે જેણે દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. ૧૯૬૪માં ફ્રાંસના લેખક અને ચિંતક જ્યોં-પોલ સાર્ત્રેએ વિશ્વનો સહુથી ઊંચો નોબેલ પુરસ્કાર લેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે સ્વૈચ્છાએ આ નોબેલ પ્રાઈઝ લેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે આમ કેમ કર્યું તે અંગે પોતાના ભાવ પ્રગટ […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ ‘વેલેન્ટાઈન્સ ડે’ પ્રણયમસ્ત પ્રેમીઓનો દિવસ છે, પરંતુ આજે આ એક એવી વ્યક્તિની પ્રણયકથા છે, જેને ગીત-સંગીત પ્રત્યે સખત નફરત હતી. બહારથી રૂક્ષ પ્રતિભા ધરાવતાં મોગલ બાદશાહ ઔરંગઝેબના જીવનમાં પણ ક્યારેક પ્રણયની વસંત ખીલી ઊઠી હતી. ઔરંગઝેબ એક કઠોર, યુદ્ધમાં ચતુર અને સાહસિક શાસક હતો. ઈસ્લામના નિયમો અનુસાર પવિત્ર જીવન ગુજારનારો મુસલમાન હતો. એ […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ કેન્સરની બીમારીએ જેમને લેખક બનાવી દીધા કેન્સરનું નામ સાંભળતાં જ લોકો ડરી જાય છે, પરંતુ વિશ્વમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ છે કે જેમણે કેન્સર પર વિજય મેળવીને જિંદગીને નવા જ આયામ બક્ષ્યા છે. કેન્સરમાંથી ઉગરી ગયા બાદ જિંદગીને વધુ સુંદર બનાવી છે. આવું એક નામ છેઃ ફરીદા રિઝવાન. બેંગલુરુમાં રહેતાં ફરીદા […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel