આ એક અતિ પ્રાચીન ગ્રીક દંતકથા છે. પ્રાચીન ગ્રીક પ્રજાના એક દેવતા ZEUS (જ્યૂસ) છે. તેઓ દેવતાઓના અને માનવીઓના પિતા પણ ગણાતા હતા. જ્યૂસ માઉન્ટ ઓલમ્પસના ઓલિમ્પિયન્સ લોકો પર શાસન કરતા હતા. તેઓ આકાશ અને વીજળીના દેવતા પણ ગણાતા રહ્યા છે. જ્યૂસ ક્રોનસ અને રિયાના પુત્ર હતા. તેઓ હેરા નામની સ્ત્રી સાથે પરણ્યા હતા. તેઓ દેવી એફ્રોદિતિના […]
ઇડિપસ એક ગ્રીક માયથોલોજી છે. પૌરાણિક ગ્રીક રાજાના જીવનની કરુણતમ ઘટનાની કહાણી છે. આ ટ્રેજેડી સોફોક્લિસ નામના ગ્રીક લેખકની નાટયકૃતિ છે. કથાનો મુખ્ય નાયક ઇડિપસ છે. ‘ઇડિપસ’નો અર્થ ‘સૂજી ગયેલા પગ’.’ઇડિપસ’ થીબ્સ નામના એક ગ્રીક રાજ્યના રાજા લાયસ અને ક્વીન જોકાસ્ટાનો પુત્ર હતો. લાયસ-જોકાસ્ટાનાં લગ્નના ઘણા સમય સુધી સંતાનપ્રાપ્તિ થઈ નહોતી. રાજા લાયસે એપોલો મંદિરના […]
ઉત્તર-પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય. એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો હતો. પોતાની લાકડાનાં રમકડાં બનાવવાની પેટીમાંથી ઓજારો લઈ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો. ખૂબ જ રસથી કામ કરતાં કરતાં અચાનક જ એનાથી ખીલીના બદલે પોતાના જ અંગૂઠા પર હથોડી મરાઈ ગઈ. એની રાડ ફાટી ગઈ. રડવું આવી […]
આ એક અત્યંત પ્રાચીન કથા છે. એ સમયમાં ઉતથ્ય નામના એક ઋષિ હતા. તેમની પત્નીનું નામ મમતા હતું. તે અત્યંત રૂપવતી હતી. મમતા ચાલતી તો આશ્રમમાં તેની સુગંધ પ્રસરી જતી. મમતાનું રૂપ જોઈ તેના પતિના નાના ભાઈ મહાતેજસ્વી બૃહસ્પતિ મોહિત થઈ ગયા. બૃહસ્પતિ દેવતાઓના પણ પુરોહિત હતા. બૃહસ્પતિએ સ્વરૂપવાન ભાભી મમતાના રૂપની પ્રશંસા કરી તેની સાથે […]
ત્રેતાયુગનો સમય છે. એક વાર ભગવાન શંકર જગતજનની દેવી પાર્વતી સાથે રામકથા સાંભળવાની ઇચ્છાથી અગત્સ્ય ઋષિ (કુંભક ઋષિ) પાસે ગયા. અગત્સ્ય ઋષિનો જન્મ ભલે કુંભમાંથી થયો હતો, પણ ત્રણ અંજલિમાં આખા સમુદ્રને પી ગયા હતા. અગત્સ્ય ઋષિ શિવ અને દેવી ભવાનીને જોઈ આનંદિત થઈ ગયા. તેમને સુંદર આસન આપ્યું અને શિવજીને સર્વના ઈશ્વર જાણી તેમની સહુ […]
આજે એક બીજા શિક્ષકની વાત. એમનું નામઃ નાનકરામ ચત્રભુજ શર્મા. રાજસ્થાનના બાડમેર ખાતે તા. ૧૩-૧૨-૧૯૨૭ના રોજ બ્રાહ્મણકુળમાં તેમનો જન્મ થયો. પિતાને અમદાવાદ ખાતે અસારવા બેઠકમાં પૂજારીની નોકરી મળતાં પરિવાર અમદાવાદ આવ્યું. ઘરમાં લાઈટ ના હોઈ રસ્તા પર લાઈટના થાંભલા નીચે બેસી અભ્યાસ કર્યો. બી.એ., બી.એડ્. કર્યા બાદ અમદાવાદની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી મળી. સ્કૂલમાં બધા તેમને’સાહેબ’ […]
આ જે એક શિક્ષકની વાત છે. વિદ્યાર્થીના જીવનઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. એક શિક્ષકે આપેલું જ્ઞાાન અને સંસ્કાર કોઈ પણ વ્યક્તિના જીવનના અંત સુધી ચિરંજીવ પ્રભાવ જારી રાખે છે. એવા જ એક શિક્ષકનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ. તા. ૧૩-૧-૧૯૧૯ના રોજ નડિયાદ તાલુકાના પીજ ગામે જન્મેલા વિઠ્ઠલભાઈના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ રૂપબા. જેઠાભાઈના […]
સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું આ જન્મજયંતી વર્ષ છે. કેટલાક સાહિત્યકારો જાણે-અજાણે રાજનીતિમાં આવી જતાં હોય છે, પણ તેમનું અંદરનું ખમીર એવું ને એવું હોય છે. રાજનીતિમાં કેટલાક લોકો ‘એક્સિડેન્ટલ પોલિટિશિયન’ હોય છે. ગાંધીજી પોતે જ રાજનીતિમાં આવવા માગતા નહોતા, પરંતુ દક્ષિણ આફ્રિકામાં એક વખત ટ્રેનની મુસાફરી કરતી વખતે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એક ગોરા અંગ્રેજે […]
ભારતમાં ડોક્ટર કે એન્જિનિયર બનવાનું જેટલું આકર્ષણ છે તેટલું જ આકર્ષણ સિવિલ ર્સિવસીસ અર્થાત્ આઈ.એ.એસ., આઈ.એફ.એસ. કે આઈ.આર.એસ. બનવાનું છે. આ વર્ષે આ પ્રકારની સિવિલ ર્સિવસીસમાં સફળ થવાવાળા અંગ્રેજી માધ્યમવાળા પ્રમાણમાં વધુ હતા. તેનો દિલ્હીમાં વિરોધ થયો. ૨૦૦૯માં હિન્દી ભાષી સફળ ઉમેદવાર ૨૪.૫ ટકા હતા, ૨૦૧૦માં ૧૩.૯ ટકા, ૨૦૧૧માં ૯.૮ ટકા, અને ૨૦૧૩માં માત્ર ૨.૩ ટકા જ હતા. ૨૦૧૩માં […]
રાજકુમારી અને કોમલ- એ મા- દીકરી હતાં. કાનપુરમાં રહેતા ગુપ્તા પરિવારમાં બે દીકરીઓ જન્મી હતી. મોટી દીકરીનું નામ શિવકુમારી અને નાની દીકરીનું નામ રાજકુમારી. વયસ્ક થતાં મોટી દીકરી શિવકુમારીને ઉમાશંકર ગુપ્તા નામના ડ્રાઈવર સાથે પરણાવી દેવાઈ. પરંતુ એક અકસ્માતમાં શિવકુમારીનું મોત થતાં નાની દીકરી રાજકુમારીને પણ ઉમાશંકર સાથે પરણાવી દેવાઈ. ઉમાશંકર ટ્રક ચલાવતો હોઈ આખું અઠવાડિયું […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel