કુદરતી હોનારતો અને અકસ્માતોની ઘટનાઓ વખતે મંત્રીઓના હવાઈ નિરીક્ષણથી શું ફાયદો એક ક્લાસિક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. આ ઘટના વર્ષો પહેલાંની છે. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને તેમના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ રાજ્યના ગૃહમંત્રી હતા. એમના શાસનકાળ દરમિયાન રસિકભાઈ પરીખના મતવિસ્તાર લીંબડી ખાતે એક જીનિંગ પ્રેસમાં ભયંકર આગ લાગી. આગ એટલી તો વિકરાળ […]
ગુલાબો. સરસ નામ છે, પરંતુ તેનું અસલી નામ ધનવંતરિ છે. તે રાજસ્થાનના કાલબેલિયા એટલે વિચરતી જાતિના સપેરા (મદારી) પરિવારમાં જન્મી છે. ૧૯૬૦માં જન્મેલી ધનવંતરિને ગુલાબો નામ એના પિતાએ આપેલું છે. જન્મના એક કલાક બાદ જ એના પરિવારે ગુલાબોને ધુત્કારી દીધી હતી, પણ એક નિઃસંતાન આન્ટીએ ગુલાબોને ગોદ લઈ લીધી. ગુલાબોનું બચપણ માતા-પિતાની ઉપેક્ષા અને આર્િથક […]
એનું નામ સ્મિતા. સ્મિતા બેંગલુરુની એક આઈ.ટી. કંપનીમાં જોબ કરતી હતી. તે કુંવારી હતી અને અત્યંત સુંદર પણ હતી. આઈટી કંપનીનો માલિક સુમન ત્રેહાન અવારનવાર બેંગલુરુના એક મંદિરમાં દર્શન કરવા જતો હતો. તે ર્ધાિમક વિચારવાળો વ્યક્તિ હતો. મંદિરમાં દર્શન કરવા જતી વખતે ઓફિસમાંથી સ્ટાફની એક- બે વ્યક્તિઓને સાથે લઈ જતો હતો. આજે તેની સાથે ધ્વનિ અને […]
એક રોજિંદી ફલાઈટ હતી. એ ઉતારુ વિમાન હૈદરાબાદથી દિલ્હી જઈ રહ્યું હતું. વિમાનની તમામ બેઠકો ભરાયેલી હતી. વિમાનના તમામ ક્રૂ કાર્યરત હતા. એક હળવા આંચકા પછી આકાશને આંબી રહેલું વિમાન હજુ હમણમાં જ નિર્ધારિત ઓસ્ટિટયૂડ પર સ્થિર થયું હતું. એ વિમાનમાં અમૃતા અહલુવાલિયા નામની એક યુવતી ફલાઈટ અટેન્ડેન્ટ હતી. તે તમામ ઉતારુઓની કાળજી લેતી હતી. વિમાનમાં કેટલાક સહેલાણીઓ પણ હતા […]
એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટ ભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ […]
ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે. બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની શરૂઆત છત્રસાલથી શરૂ થાય છે. છત્રસાલ એક બહાદુર નેતા હતા. ઔરંગઝેબ જ્યારે હિંદુ મંદિરો તોડતો હતો ત્યારે […]
રસ્કિન બોન્ડ. વારસાથી અંગ્રેજ છે, પરંતુ બીજી બધી જ રીતે તેઓ ભારતીય છે. તેમની રગેરગમાં ભારતીય ભાવનાનું રક્ત વહે છે. તેઓ ગોરા અંગ્રેજી હોવા છતાં ભારતમાં જન્મ્યા છે, ભારતની ભૂમિનું અન્ન ખાધું છે, ભારતની આબોહવામાં જ ઊછર્યા છે. એક અંગ્રેજ ભારતીય એવા રસ્કિન બોન્ડ શ્રેષ્ઠ લેખક પણ છે. રસ્કિન બોન્ડનો જન્મ ૧૯૩૪માં હિમાચલ પ્રદેશના કસૌલીમાં […]
દયા રાની. એ હતી કિન્નર. એક ભવ્ય આવાસમાં રહેતી હતી. કિન્નર હોવા છતાં તેની પાસે પુષ્કળ પ્રોપર્ટી હતી. ઘરમાં અને બેંકમાં લાખો રૂપિયા પડયા રહેતા. એના ઘરમાં તેની સાથે બીજાં ત્રણ જણ રહેતાં હતાં. તેની ભત્રીજી સ્મિતા, તેની શિષ્યા કાવેરી અને તેની ભત્રીજીનો પુત્ર સુનિલ. દયારાની શહેરનું જાણીતું નામ હતું. તે અત્યંત રૂપાળી હતી. તે સામાજિક કાર્યકર્તા […]
એનું નામ શંકર ઉર્ફે જયશંકર છે. ૩૩ વર્ષની વયનો આ ટ્રક ડ્રાઈવર અત્યાર સુધીમાં ૩૩ ખૂન અને એટલાં જ બળાત્કાર કરી ચૂક્યો છે. કર્ણાટક અને તામિલનાડુની પોલીસને કેટલાયે સમયથી તેની તલાશ હતી. શંકર તામિલનાડુના પનાંગકટ્ટુરાઈ નામના નાનકડા ગામનો વતની છે. આ ગામ સાલેમ જિલ્લામાં આવેલંું છે. પોતે પરણેલો હોવા છતાં ગામમાં રહેતી ઈન્દિરા નામની એેક પરિણીત […]
આજે ધનતેરશ છે. ભારતીય સંસ્કૃતિમાં જ લક્ષ્મીજીની પૂજા થાય છે. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે. વેદ-પુરાણો, ઉપનિષદોમાં ભવ્ય હિંદુ સંસ્કૃતિની અનેક પુરાણ કથાઓ પડેલી છે. તેમાં એક કથા સમુદ્ર મંથનની છે. સમુદ્ર મંથન દરમિયાન દરિયામાંથી જે રત્નો બહાર નીકળ્યા તેમાં સૌથી વિશિષ્ઠ રત્ન લક્ષ્મીજી હતા. આ અનુપમ, સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદા, શુભા અને ક્ષમાશીલ એવા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel