ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગાગન બિછૌલી ગામમાં રહેતો ઉમેશ કનૌજિયા ૨૫ વર્ષની વયે જ જિલ્લા પંચાયતનો સભ્ય બની ગયો હતો. આમ તો તે ભાજપના સમર્થનથી ચૂંટણી જીત્યો હતો, પરંતુ બહુજન સમાજ પાર્ટીના સાંસદ બ્રજેશ પાઠક સાથે પણ તેને ઘરોબો હતો. ઉમેશ તેની કાર્યશૈલીના કારણે આમ જનતામાં લોકપ્રિય હતો. પરંતુ તા.૧૪ નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ […]
મોરારજી દેસાઈ પ્રાંત ઓફિસર હતા ત્યારે ઘોડા પર મુસાફરી કરતા હતા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ તા. ૨૯મી ફેબ્રુઆરીએ જન્મ્યા હતા. તેમની જન્મ તારીખ દર ચાર વર્ષે એક જ વાર આવે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ૨૯મી તારીખ લીપ યરમાં જ જન્મેલા મોરારજી દેસાઈના જીવનમાં કેટલાંક રસપ્રદ પાસાં જાણવા જેવાં છે. ગુજરાતના એક રાજનીતિજ્ઞા મોરારજી […]
ફિલ્મ ‘મેરા નામ જોકર’નું ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ ગીત તો યાદ છે ને ? આ ગીત આજે પણ ગુનગુનાવવાનું મન થાય છે. આ ગીતના લેખક છે નીરજ. તેમનું આખું નામ ગોપાલદાસ સક્સેના છે. ‘નીરજ’ તેમનું તખલ્લુસ છે. તેઓ ૯૨ વર્ષના થયા. તા. ૪ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ તેમનો જન્મ ઈટાવા નજીકના પુરાવલી ગામે થયો […]
રમોના. એક ગ્રામ્ય પણ સુખી પરિવારમાં જન્મેલી યુવતી હતી. હજુ તો હમણાં જ તેણે યુવાનીનો ઊંબરો આળંગ્યો હતો. ઉંમર કરતાં તે વધુ પુખ્ત લાગતી હતી. કોણ જાણે કેમ પણ અચાનક જ તેના માતા-પિતાએ રમોનાને કોલેજ છોડાવી દીધી અને તેના માટે છોકરાઓ જોવાનું શરૂ કરી દેવામાં આવ્યું. નજીકના જ એક ઉપનગરનો તેના જ સમાજનો એક યુવક પસંદ કરવામાં […]
કુદરતી હોનારતો અને અકસ્માતોની ઘટનાઓ વખતે મંત્રીઓના હવાઈ નિરીક્ષણથી શું ફાયદો એક ક્લાસિક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. આ ઘટના વર્ષો પહેલાંની છે. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને તેમના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ રાજ્યના ગૃહમંત્રી હતા. એમના શાસનકાળ દરમિયાન રસિકભાઈ પરીખના મતવિસ્તાર લીંબડી ખાતે એક જીનિંગ પ્રેસમાં ભયંકર આગ લાગી. આગ એટલી તો વિકરાળ […]
ગુલાબો. સરસ નામ છે, પરંતુ તેનું અસલી નામ ધનવંતરિ છે. તે રાજસ્થાનના કાલબેલિયા એટલે વિચરતી જાતિના સપેરા (મદારી) પરિવારમાં જન્મી છે. ૧૯૬૦માં જન્મેલી ધનવંતરિને ગુલાબો નામ એના પિતાએ આપેલું છે. જન્મના એક કલાક બાદ જ એના પરિવારે ગુલાબોને ધુત્કારી દીધી હતી, પણ એક નિઃસંતાન આન્ટીએ ગુલાબોને ગોદ લઈ લીધી. ગુલાબોનું બચપણ માતા-પિતાની ઉપેક્ષા અને આર્િથક […]
એનું નામ સ્મિતા. સ્મિતા બેંગલુરુની એક આઈ.ટી. કંપનીમાં જોબ કરતી હતી. તે કુંવારી હતી અને અત્યંત સુંદર પણ હતી. આઈટી કંપનીનો માલિક સુમન ત્રેહાન અવારનવાર બેંગલુરુના એક મંદિરમાં દર્શન કરવા જતો હતો. તે ર્ધાિમક વિચારવાળો વ્યક્તિ હતો. મંદિરમાં દર્શન કરવા જતી વખતે ઓફિસમાંથી સ્ટાફની એક- બે વ્યક્તિઓને સાથે લઈ જતો હતો. આજે તેની સાથે ધ્વનિ અને […]
એક રોજિંદી ફલાઈટ હતી. એ ઉતારુ વિમાન હૈદરાબાદથી દિલ્હી જઈ રહ્યું હતું. વિમાનની તમામ બેઠકો ભરાયેલી હતી. વિમાનના તમામ ક્રૂ કાર્યરત હતા. એક હળવા આંચકા પછી આકાશને આંબી રહેલું વિમાન હજુ હમણમાં જ નિર્ધારિત ઓસ્ટિટયૂડ પર સ્થિર થયું હતું. એ વિમાનમાં અમૃતા અહલુવાલિયા નામની એક યુવતી ફલાઈટ અટેન્ડેન્ટ હતી. તે તમામ ઉતારુઓની કાળજી લેતી હતી. વિમાનમાં કેટલાક સહેલાણીઓ પણ હતા […]
એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટ ભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ […]
ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે. બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની શરૂઆત છત્રસાલથી શરૂ થાય છે. છત્રસાલ એક બહાદુર નેતા હતા. ઔરંગઝેબ જ્યારે હિંદુ મંદિરો તોડતો હતો ત્યારે […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel