આજે ગાંધીજીનો જન્મદિવસ. સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના દિવસે અર્થાત્ ઈ.સ. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરોવાળો,ડરપોક અને જુઠ્ઠુ બોલતો, ચોરી કરીને બીડી પીતો કિશોર એક દિવસ આ યુગનો ‘મહાપુરુષ’ બની જશે એવંું કોઈ પણ જ્યોતિષીએ ભાખ્યું નહોતું. પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર લોકો સમક્ષ મૂકી શકે તેવી આજે કોઈની હિંમત […]
ચીનીકમ અમદાવાદની ગુજરાત ક્લબમાં બ્રિજ રમતાં રમતાં વલ્લભભાઈ ગાંધીજીની મજાક કરતાઅમદાવાદમાં વકીલાત દરમિયાન બેરિસ્ટર વલ્લભભાઈ પટલ રોજ સાંજનો સમય ભદ્ર વિસ્તારમાં આવેલી ગુજરાત ક્લબમાં જ વિતાવતા. સિગારેટોના ડબા ખાલી કરતા, પત્તાં રમતા, નવાસવા વકીલોની ઠઠ્ઠા મશ્કરી કરતા, નવાજૂનીની આપ-લે કરતા, ક્યારેક રાજકારણની અથવા મ્યુનિસિપાલિટીના કારભારની ચર્ચા કરતા. વલ્લભભાઈ બ્રિજની રમત બોરસદમાં શીખ્યા હતા અને આ રમતમાં તેઓ એક્કા […]
સરદાર વલ્લભભાઈ પટેલનો અમદાવાદ શહેર સાથેનો નાતો નોંધનીય છે. સરદાર સાહેબ ઇંગ્લેન્ડથી બેરિસ્ટરની ડિગ્રી લઈ તા. ૧૩ ફેબ્રુઆરી, ૧૯૧૩ના રોજ ભારત પાછા ફર્યા હતા. તે વખતે મુંબઈના બંદર પર તેમને લેવા માટે નવ વર્ષનાં તેમનાં પુત્રી મણિબહેન અને સાત વર્ષના ડાહ્યાભાઈ હાજર હતા. તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પણ હાજર હતા. એ વખતે મુંબઈમાં વડા ન્યાયાધીશ તરીકે […]
ચિનિકમ “ભારતમાં દુષ્કાળ વખતે અમારી વ્યવસ્થા બરાબર ન હોઈ હું ભાત ખાતો નથી !” બઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલે આઝાદી પૂર્વેના વર્ષોમાં લંડનના પ્રવાસ વખતે તેમની પટેલ અટક અને સરદાર સાહેબના નામના આકર્ષણના કેટલાક અનુભવો નોંધ્યા છે. તેઓ લખે છે : “પટેલ અટક મારા માટે તો જીવ સમાન છે. એક વરદાન સમી નીવડી છે. ૧૯૪૬-૪૭માં […]
એેક ગ્રીક દંતકથા છે. મીડિઆ તે કીંગ ઈતિસની દીકરી અને સૂર્યના દેવતા હેલિઓસની પૌત્રી હતી. તે જેસન નામના એક શક્તિશાળી પુરુષને પરણી હતી. જેસનથી તેને બે સંતાનો થયા હતા. મેર્મેરોજ અને ફેરેઝ. એક તબક્કે તેનો પતિ જેસન કોરિન્થની રાજકુમારી ગ્લુસને પરણી જાય છે ત્યારે ક્રોધે ભરાયેલી મીડિઆ જેસનથી થયેલા તેના બંને સંતાનોની હત્યા કરી પતિએ કરેલી […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ ગામડાંનો નાશ તો હિન્દુસ્તાનનો નાશ સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્તિ મારા સપનાનું સ્વરાજ તે ગરીબનું સ્વરાજ છે તા. ૧૫મી ઓગસ્ટ ભારતનો ‘ઇન્ડિપેન્ડન્સ ડે’ છે. દેશને સ્વતંત્રતા અપાવનાર ગાંધીજીની તો એક ભારતીયે જ હત્યા કરી નાખી હતી અને બદલાતા સમયની સાથે હવે ગાંધી વિચારો, આદર્શ અને મૂલ્યો પણ ક્રમશઃ અદૃશ્ય થઈ રહ્યાં છે. […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ મધ્યપ્રદેશનું વ્યાપમં કૌભાંડ દિવસેને દિવસે વધુ રહસ્યમય થતુ જાય છે. અહીં માત્ર નોકરીઓ આપવાનું આર્થિક કૌંભાડ જ થયું નથી પરંતુ આ બાબત સાથે સંકળાયેલી કોઈને કોઈ વ્યક્તિનું થોડાંથોડાં દિવસોના અંતે મોત નીપજતું જાય છે. આ હત્યાઓ કોણ કરે છે અથવા કરાવે છે તે રહસ્ય વધુ ને વધુ ઘેરૃં બનતું જાય છે. […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ ‘યોગ’ શબ્દ ૫૦૦૦ વર્ષ પુરાણો છે. આ શબ્દનો સૌથી પહેલો પ્રયોગ ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના સમયે અર્જુનને આપેલા ઉપદેશ વખતે કર્યાે હતો. વિષાદ પામેલા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણે કર્મયોગ, જ્ઞાાનયોગ, ભક્તિયોગ તથા સાંખ્યયોગનું ઉત્કૃષ્ટ જ્ઞાાન આપ્યું હતું. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, “જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ […]
જશન. આ નામના એક બાળકનો જન્મ તા. ૨ ઓગસ્ટ, ૧૯૧૮ના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલા હૈદરાબાદમાં થયો હતો. માતાનું નામ ક્રિશ્નાદેવી અને પિતાનું નામ પહલાજરાય. નવજાત શિશુનો રડવાનો અવાજ સાંભળી પિતા અંદરના ખંડમાં ગયા. એમણે બાળકને હાથમાં લીધું. ક્રિશ્નાદેવી ધીમેથી બોલ્યાં : “આ આપણો નાનકડો જશન (સેલિબ્રેશન) છે.” પિતાએ ઈશ્વરનો આભાર માન્યો. છ દિવસ પછી નામકરણ […]
વોરેન બફેટ. વિશ્વના બીજા નંબરના ધનવાન વ્યક્તિ ગણાય છે. તાજેતરમાં જ તેમણે બર્કશર હૈથવે ઇંકના ૨.૪૮ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧૮ હજાર કરોડના સ્ટોકનું દાન આપી દીધું. અત્યાર સુધીમાં તેમણે આપેલા તમામ ધનની કુલ રકમ ૨૧.૫ અબજ ડોલર જેટલી થાય છે. ઉપરોક્ત રકમ તેમણે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને માનવ કલ્યાણ માટે વાપરવા આપ્યું છે. હજી […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel